ખેડૂતો છંછેડાયા:80 ગામની ચૂંટણી બહિષ્કારની ચીમકીથી નેતાઓ દોડતા થયા

આણંદ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાલ પંથકમાં સિંચાઇનો પ્રશ્ન વિકટ બનતા ખેડૂતો છંછેડાયા

ભાલ પંથકના ખંભાત, તારાપુર , માતર અને ખેડા તાલુકાના 80 ગામોમાં સિંચાઇના પાણી પ્રશ્નો વર્ષોથી માથા દુઃખાવા સમાન છે. મહિ સિંચાઇ વિભાગ પાણી ખરીફ સીઝનમાં મળતાં ખેડૂતો ચોમાસુ આધારીત ખેતી કરી શકે જયારે ઉનાળુ સિઝન પાક લઇ શકતા નથી.

જે અંગે ભાલપંથકના ખેડૂતો વર્ષોથી નર્મદા ડેમમાંથી સિંચાઇ માટે પાણી માંગ કરી રહ્યાં હતા. તેમ છતાં ઉકેલ આવતાં ન હતો.જેથી ખેડૂતોએ કલેકટરને ચૂંટણી અગાઉ આવેદનપત્ર આપીને વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

જેને પગલે રાજકીય પક્ષો મુંઝવણ અનુવભી રહ્યાં હતા.આખરે બે રાજકીય નેતાઓ સોમવારે ખેડૂતો સાથે બેઠક કરીને ચૂંટણીબાદ નવી સરકાર બનતાની સાથે તમારો પ્રશ્ન નિરાકરણ આવી જશે.તેવી ખાતરી આપી ને મામલો થાળે પડ્યો હતો. જેના પગલે ખેડૂત મંડળના આગેવાનોએ પોતાના ગામના ખેડૂતોને વિધાનસભાની ચૂંટણી માટે મતદાન કરવા જણાવ્યું છે.

ખંભાત, તારુપાર , માતર અને ખેડા કેટલાંક ગામોમાં સિંચાઇની પુરતી વ્યવસ્થા નથી. જેથી તેઓ નર્મદ ડેમમાંથી સિંચાઇ માટે પાણ આપવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને ઉગ્ર રજૂઆત કરી હતી.તેમ છતાં પ્રશ્ન હલ થયોન હતો .જેથી ભાલ પંથકના 28 હજારથી વધુ ખેડૂતોએ વિધાનસભાની ચૂંટણી બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારી હતી.

જેને લઇને રાજકીય પક્ષોના મુંઝવણમાં મુકાઇ ગયા હતા. ત્યારે એક રાજકીય પક્ષના બે નેતાઓએ સોમવારે ખંભાત , માતર અને ખેડાથી 25 જેટલા ખેડૂત આગેવાનો સાથે ચર્ચા વિચારણ કરી હતી. વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ નવી સરકાર બનતાંની સાથે સિંચાઇનો પ્રશ્ન કાયમી ધોરણે હલ કરવાની ખાતરી આપીને મામલો થાળે પડયો હતો. જેથી ખંભાતના ખેડૂત આગેવાન બળવંતસિંહ પરમારે તમામ ગામના ખેડૂતોને આગામી ચૂંટણી મતદાન કરવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...