તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવતર પ્રયોગ:સોજીત્રા તાલુકાના પલોલના ખેડૂતે પંજાબ બાજુ થતાં કાળા ઘઉંની ગુજરાતમાં પ્રથમ ખેતી કરી, સફળતા પણ મળી

આણંદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
ગુજરાતમાં સૌ પ્રથમ કાળા ઘઉંની ખેતી કરીને નવો ચીલો ચિતર્યો છે. - Divya Bhaskar
ગુજરાતમાં સૌ પ્રથમ કાળા ઘઉંની ખેતી કરીને નવો ચીલો ચિતર્યો છે.
 • કાળા ઘઉંના ગ્લુકોનનું પ્રમાણ ઓછું હોવાથી અનેક રોગો સામે રક્ષણ આપે છે

સોજીત્રા તાલુકાના પલોલ ગામના ખેડૂતે નવતર પ્રયોગ અપવાનીને પંજાબ બાજુ થતાં કાળા ઘંઉ વાવણી ખેતરમાં કરી હતી.જેમાં સફળતા મળી છે. ગુજરાતમાં સૌ પ્રથમ કાળા ઘઉંની ખેતી કરીને નવો ચીલો ચિતર્યો છે. સોજીત્રા તાલુકાના પલોલ ગામે રહેતા ખેડૂત અમિતભાઇ પટેલે ખેડૂતોને નવી ટેકનલોજી થકી કળા ઘંઉ ઉત્પાદન કરીને અનોખી પ્રેરણા પુરી પાડી છે.તેઓને આત્મા અને આણંદ કૃષિ યુનિવર્સીટીના વૈજ્ઞાનિકોના માર્ગદર્શન હેઠળ ચીલાચાલુ ખેતીની જગ્યાએ નવી ખેતી અપનાવી છે.આણંદ કૃષિ યુનિ.ની અમિતભાઈ પટેલ વારંવાર મુલાકાત લેતાં હતાં. ગત વર્ષે અેક વીઘામાં કાળા ઘઉંની ખેતી કરી હતી. જેમાં અંદાજીત 40 મણ ઘઉંનો ઉતારો મળ્યો હતો. સામાન્ય ઘઉં કરતાં પાંચ ગણી આવક થતાં આ વર્ષે પાંચ વીઘામાં કાળા ઘઉં કર્યા છે.

અગાઉ પર્પલ ઘઉં અને શ્રી શ્રી રવિશંકર મહારાજના સીડ્સમાંથી મેળવેલઘઉં જે 1950 પહેલા વાવેતર થતું હતું. જે હાલ નામ શેષ થઈ ગયું હતું. જેની પુનઃ ખેતી શરૂ કરી છે. આ ઘઉં મેથીના દાણાં જેવા નાના ઘઉં હોય છે. અને આછા ફીક્કા કલરમાં થાય છે. તેનું પણ વાવેતર કરીને નવો પ્રયોગ હાથ ધર્યો છે.આમ તેઓ ખેતીમાં નવી ટેક્નીક અપનાવીને વધુ આમદની મેળવવાનો પ્રયાસ કર્યો છે. જ્યારે કાળા ઘઉંમાં ચીકાસની ગુણવત્તા ઓછી હોય છે. જેથી રોટલી રતુમડી કલરની થાય છે. કાળા ઘઉં ગ્લુકોનનું પ્રમાણ ઓછું હોવાથી થાઈરોડની સમસ્યા અને આંતરડાની િબમારી ધરાવતાં હોવાથી ફાયદાકારક છે. જેથી સુપર મોલમાં અેક કિલો ઘઉં 200 થી 250 રૂપિયે વેચાય છે.

કાળા ઘઉંમાં ગ્લુકોનનું પ્રમાણ ઓછું હોય છે
કાળા ઘઉં ઓછા પ્રચલીત છે. ચાલુ વર્ષે કાળા ઘઉંનું બિયારણ 100 રૂપિયા કિલો મળે છે. આ ઘઉંમાં ઝીંક આર્યન, લોહતત્વ, જસત વગેરેના ગુણતત્વો સામાન્ય ઘઉં કરતાં સારા છે. આ ઘઉમાં પ્રોટીનનું પ્રમાણ 18 થી 20 ટકા હોય છે. જ્યારે સાદા ઘઉંમાં 11 થી 12 ટકા પ્રોટીનનું પ્રમાણ હોય છે. જ્યારે લોહતત્વનું પ્રમાણ 40 થી 45 ટકા હોવાનું તેઓઅે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો