ચોરી:પરિવાર સોમનાથ ગયો અને ઘરે અડધા લાખની મતાની ચોરી થઈ

આણંદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉમરેઠના ગીરીરાજ પાર્કમાં હેલ્થ સુપરવાઈઝરના મકાનને નિશાન બનાવ્યું

ઉમરેઠ તાલુકાના ગીરીરાજ પાર્ક સ્થિત હેલ્થ સુપરવાઈઝરના મકાનને તસ્કરોએ નિશાન બનાવી તેમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી અડધો લાખ રૂપિયાની મતાની ચોરી કરી છે. ઉમરેઠમાં આવેલા ગીરીરાજ પાર્ક ખાતે 53 વર્ષીય ઈન્દિરાબેન ધર્મેન્દ્રસિંહ ગોહિલ રહે છે. તેઓ એકલવાયુ જીવન ગુજારે છે. હાલમાં તેઓ સુંદલપુરા ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફિમેલ હેલ્થ સુપરવાઈઝર તરીકે ફરજ બજાવે છે. ગત 13મી નવેમ્બરે વહેલી સવારે તેઓ મકાનને તાળું મારીને પિયર પક્ષના લોકો સાથે સોમનાથ મંદિરે દર્શન કરવા ગયા હતા.

એ પછી બીજા દિવસે તેઓના ઘરે કામ કરવા આવતાં મીનાબેન શૈલેષભાઈ ઝાલા આવ્યા ત્યારે તેમના મકાનનું તાળું તૂટેલી હાલતમાં જોતાં જ ચોંકી ઉઠીને તેમણે ફોન કરી સમગ્ર હકીકત ઈન્દિરાબેનને જણાવી હતી. જોકે, તેઓ સોમનાથ હોય એ સમયે વડોદરા ખાતે રહેતી તેમની દીકરીને તપાસ અર્થે વડોદરાથી ઉમરેઠ મોકલ્યા હતા.

બાદમાં રવિવારે તેઓ સોમનાથથી પરત આવતાં તેમણે ઘરમાં તપાસ હાથ ધરી હતી. જેમાં મકાનમાં ઉપરના માળે આવેલા લાકડાના કબાટના ડ્રોઅર તુટેલા અને ચોરી થયેલી હોવાનું ખૂલ્યું હતું. તસ્કરો મકાનમાંથી રૂપિયા 49500ની મતા ચોરી મામલે તેમણે ઉમરેઠ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...