શિક્ષણ:યુનિવર્સિટીની 23મીથી શરૂ થતી પરીક્ષાઓ ત્રણ પાળીમાં યોજાશે

આણંદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીની આગામી 23મીથી શરૂ થતી પરીક્ષાઓ 3 પાળીમાં યોજાશે. ટૂંકા દિવસોમાં પરીક્ષા સંપન્ન થાય તે હેતુસર આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરદાર પટેલ યુનિ.ના ત્રીજા અને પાંચમા સેમેસ્ટર એન્ડની પરીક્ષાઓ આગામી 23મી નવેમ્બરથી શરૂ થશે. આ પરીક્ષાઓ સવારે 9 થી 11, બપોરે 12 થી 2 અને સાંજે 3 થી 5ના સમય દરમિયાન યોજાશે. પરીક્ષા આઠ દિવસમાં જ લગભગ પૂર્ણ થઈ જશે.

તમામ પરીક્ષાઓ જે તે કોલેજમાં યોજાશે અને તેમાં અંદાજિત 30 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ અંગે વાત કરતાં વાઈસ ચાન્સેલર શીરીષ કુલકર્ણીએ જણાવ્યું હતું કે, યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ વખત આ રીતે ત્રણ પાળીમાં પરીક્ષા લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેનું કારણ એ છે કે, ટૂંકા સમયમાં પરીક્ષાઓ સંપન્ન કરી આગળના શૈક્ષણિક સત્રનો પ્રારંભ કરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...