તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • The Examination Of SP University Starting From 19th April Will Be Taken As Per The Examination Schedule Of The Departments Which Are Currently Postponed And Have Less Candidates.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરીક્ષા મોકૂફ:19 એપ્રિલથી શરૂ થતી એસ.પી.યુનિવર્સિટીની પરીક્ષા હાલ મોકૂફ, ઓછા પરિક્ષાર્થી ધરાવતા વિભાગોની પરીક્ષા કાર્યક્રમ મુજબ લેવાશે

આણંદ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નવો કાર્યક્રમ યુનિવર્સિટી દ્વારા આગામી સમયમાં જાહેર કરવામાં આવશે

આણંદ જિલ્લામાં કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ સરકારે જે લોકડાઉન જાહેર કર્યું છે. અને વલ્લભ વિદ્યાનગર નગરપાલિકાએ પણ બપોરે 3થી સવારે 6 સુધી લોકડાઉન જાહેર કર્યું છે. જે રીતે કોવિડના કેસ વધી રહ્યા છે ત્યારે નિયત સમય પત્રક મુજબ ઓફલાઇન પરીક્ષા લેવામાં આવે તો વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં કોરોના સંક્રમણ ભોગ બને. તથા અપડાઉન કરતા વિધાર્થીઓને કપરી તકલીફોનો સામનો કરવો પડે તેથી 19 એપ્રિલથી શરૂ થતી એસ.પી.યુનિવર્સિટીની પરીક્ષા હાલ મોકુફ રાખવામાં આવી છે.

આણંદ જિલ્લાની હાલની વિકટ પરિસ્થિતિને લઈ એસ.પી.યુનિવર્સિટી દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજમાં યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીની 19/4/2021 ના રોજથી શરૂ થતી પરીક્ષાઓ હાલ મોકુફ રાખવામાં આવી છે. યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજનાં આચાર્ય અને વિભાગના વડાઓને આ નિર્ણયની જાણ કરવામાં આવી છે.

મહત્વનું છે કે યુનિવર્સિટીમાં M.Sc. (Home Science), M.Sc. (Mathematics), M.Sc. (Electronics), M.Sc. (Material Science), M.Sc. (Statistics), M.Sc. (Applied Statistics), M.Sc. (QPM), M.Sc. (Applied Chemistry), M.Sc. (Applied Physics) & MCA વિષયોમાં વિદ્યાર્થીઓની સંખ્યા ખુબ જ ઓછી છે. તેમજ ઘણા વિદ્યાર્થીઓના પ્લેસમેન્ટ થઈ ગયા છે. અને તેઓ આગળ નોકરી માટે જોડાઈ શકે તે માટે તેઓની પરીક્ષા 19/4/2021 થી જાહેર કરવામાં આવેલ પ્રોગ્રામ મુજબ યથાવત રહેશે. મોકુફ રખાયેલ વિભાગો અને ફેકલ્ટીની પરીક્ષા લેવા માટેનો નવો કાર્યક્રમ યુનિવર્સિટી દ્વારા આગામી સમયમાં જાહેર કરવામાં આવશે તે બાદ પરીક્ષાઓ લેવાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો