તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાલીઓ ચિંતીત:પરિક્ષા તો લેવાશે જ .!

આણંદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના બેકાબુ થતાં શહેરોમાં કફર્યુ અને એસ.પી.યુનિ.એ પરીક્ષા જાહેર કરતાં વાલીઓ બાળકોના સ્વાસ્થ્ય માટે ચિંતીત

દિવાળી તહેવાર બાદ સમગ્ર રાજયમાં કોરોના સંક્રમણ વિસ્ફોટ ફાટી નીકળ્યો છે. જેના પગલે રાજય સરકાર અને આરોગ્ય વિભાગ સંક્રમણને અટકાવવા માટે ધમપછાડા કરી રહ્યું છે. અમદાવાદ શહેરમાં 58 કલાકનો અને વડોદરા,સુરત અને રાજકોટમાં રાત્રિ કફર્યુ લાદી દેવામાં આવ્યો છે. દૈનિક 1200 વધુ પોઝિટીવ કેસ અને શંકાસ્પદ કેસો આંકડો અધધ છે. તેમ છતાં રાજય સરકાર દેશી ભાવિ પેઢી સમાન વિદ્યાર્થીઓના સ્વાસ્થય જોખમમાં મુકીને સેમિસ્ટરની પરીક્ષા લેવા અનઘડ નિર્ણય લીધો છે. જે અંતર્ગત સરદાર પટેલ યુનિવર્સીટીમાં બીએસસી અને બીકોમ તમામ ફેકલ્ટીના ત્રીજા અને પાંચમાં સેમીસ્ટરની પરીક્ષા 23મી લેવાનો નિર્ણય લીધો છે.

એસ.પીમાં 70 ટકા ઉપરાંત વિદ્યાર્થીઓ અન્ય જિલ્લા અને રાજયમાંથી અભ્યાસ કરે છે.તેવા વિદ્યાર્થીઓને કોરોના સંક્રમણ વચ્ચે પરીક્ષા આપવા માટે વિદ્યાનગર ખાતે દોડી આવ્યા છે.જેને વાલીઓ ચિંતીત જણાઇ રહ્યાં છે. માત્ર સરકારની ગાઇડ લાઇન મુજબ પરીક્ષા આપવા આવતાં વિદ્યાર્થીઓની ચકાસણી માત્ર ઓકસીજન મશીન અને થર્મલ ગનના આધારે કરીને પરીક્ષાખંડમાં પ્રવેશ આપવામાં આવશે એક પરીક્ષા કેન્દ્ર પર 300 થી 400 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાતી હોવાથી કેન્દ્ર બહાર વિદ્યાર્થીઓના ટોળા વળવાની સંભાવના છે.

જેના કારણે સોશિયલ ડિસ્ટન્સીંગના ધજાગરા ઉડવાની સંભાવના રહેલી છે. પરીક્ષા આપતી વખતે કોઇ વિદ્યાર્થીની તબીયત લથડે તો તેને સારવાર જરૂરીયાત જણાય તો તે માટે પરીક્ષા કેન્દ્ર પર એમ્બ્યુલન્સની કોઇ વ્યવસ્થા કરવામાં આવી નથી. સમગ્ર રાજયમાંથી 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવ્યા છે.

સરકાર વિદ્યાર્થીઆેને ટેસ્ટીંગ કીટ સમજી પરીક્ષા લઈ રહી છે: આણંદ, અમદાવાદ, સુરત,વડોદારા સહિત સમગ્ર રાજયમાં બીજા તબક્કામાં કોરોના રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. દૈનિક 1200થી વધુ કેસ મળી રહ્યાં છે. તેમ છતાં સરકારની ગાઇડ લાઇન મુજબ સરદાર પટેલ યુનિવર્સીટી દ્વારા ત્રીજા અને પાંચમાં સેમિસ્ટરની પરીક્ષા ઓફ લાઇન યોજીને વિદ્યાર્થીના સ્વાસ્થય ચેડાં કરવાનો પ્રયાસ કરતાં સિન્ડીકેટ સભ્ય અને વિદ્યાર્થીઓએ ભેગા મળીને યુનિ.ના વાઇસ ચાન્સેલર સાથે ડિબેટ યોજીને પરીક્ષા ન લેવા માટે અનુરોધ કર્યો હતો. આ અંગે સિન્ડીકેટ સભ્ય અલ્પેશ પુરોહિત જણાવ્યું હતું કે રાજયમાં કોરોના બેકાબુ બન્યો છેે.

તેઓને માત્રને માત્ર પરીક્ષા આપવા માટે કફર્યુ જેવી સ્થિતીમાં કોરોના ભય વચ્ચે પરીક્ષા આપવા આપવા માટે આવવું પડયું છે. તેઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. બીજી બાજુ વિદ્યાર્થીઓ પરીક્ષા લેવાનો નિર્ણય લીધો છે. તે કેટલું યોગ્ય છે. વિદ્યાર્થીઓ માત્ર ટેસ્ટીંગ કીટ સમજે છે. વધશે ત્યારે નિર્ણય લઇશું તે ખતરનાક બનશે તેથી વિદ્યાર્થીઓની પરીક્ષા ઓનલાઇન લેવા માટે તેઓએ સરકારને સુચન કર્યુ છે.

વિદ્યાનગર આવવામાં છાત્રોને મુશ્કેલી પડી : રાજયમાં કોરોના સંક્રમણ બેકાબુ બન્યું છે. મોટાશહેરોમાં રાત્રિ કફર્યુ લગાવી દેવામાં આવ્યો છે.તેમજ મોટાભાગના એસટી રૂટો બંધ કર્યા છે. ટ્રેનો પણ બંધ છે. ત્યારે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે વિદ્યાનગર આવવા માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. - શ્રધ્ધા વઘાસીયા, વિદ્યાર્થીની

રૂમના ભાડા વધી જતાં એક રૂમમાં 8 -8 વિદ્યાર્થીઓને રહેવાનો વખત: વિદ્યાનગર ખાતે સુરત,જામનગર,રાજકોટ,વલસાડ,ભાવનગર, એમપી અને કેરલા વિસ્તારમાં 23મી પરીક્ષા આપવા માટે કોરોના ભય વચ્ચે આવી પહોંચ્યા છે. બે દિવસમાં 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ આવ્યા છે.લોકડાઉન પગલે વિદ્યાર્થીઓ રૂમો છોડી દીધી હતી.પરંતુ હાલમાં રૂમના માલિકો 15 દિવસ રહેવાનું હોવા છતાં છ માસનું ભાડું માંગે છે.જયારે હોસ્ટેલમાં એક દિવસનો ચાર્જ 150 રૂપિયા કરવામા આવ્યો છે. - પ્રદિપ અકબરી, બીએસસીનો વિદ્યાર્થી, જામનગર

સરકારની ગાઇડ લાઇન મુજબ આયોજન: રાજ્ય સરકારની ગાઈડ લાઈન હેઠળ યુનિ. દ્વારા ઓફ લાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. અને સરકારી ગાઈડ લાઈન મુજબ પરીક્ષા તો લેવાશે જ . સરકાર જો કોઈ નિર્ણય લેશે તો ફેરફાર કરવામાં આવશે.- શિરીષ કુલકર્ણી, વાઈસ ચાન્સેલર, સ.પ.યુનિ., વિદ્યાનગર

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો