છબરડો:ચૂંટણી વિભાગે ફોટો વિનાના ચૂંટણી કાર્ડ પધરાવ્યા

આણંદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોજીત્રા તાલુકાના ટુંડેલના યુવકો મામલતદાર કચેરી દોડી ગયા

આણંદ ચૂંટણી વિભાગ દ્વારા દોઢ માસ અગાઉ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેના ચૂંટણીકાર્ડ હાલ પોસ્ટમાં મતદારોને મળી રહ્યાં છે. ત્યારે સોજીત્રા તાલુકાના ટુંડેલ ગામની મહિલા મતદાર સહિત અન્ય યુવકોને મળેલા ચૂંટણીકાર્ડમાં મતદારનો ફોટો જ નથી લગાવ્યો. તેવા ચૂંટણીકાર્ડ મળતાં મતદારો મુંઝવણ અનુભવી રહ્યાં છે. આ અંગે કેટલાંક સોજીત્રા મામલદાર કચેરી સંપર્ક કરતાં તેઓ જણાવ્યું હતું કે,હવે જયારે મતદાર યાદી સુધારણા કાર્યક્રમયોજાઇ ત્યારે બદલાવી નાંખજો તેવા જવાબ આપ્યાં હતા.

સોજીત્રા તાલુકાના ટુંડેલ ગામે 18 વર્ષ પૂર્ણ થતાં મતદાર યાદીમાં નામ દાખલ કરવા માટે જેતે સમયે ફોર્મ 6 ભર્યું હતું.તેમજ કચેરીમાં જઇને ઓનલાઇન ફોટો પડાવ્યો હતો.તેમ છતાં તેમને ચાર દિવસ અગાઉ પોસ્ટમાં મળેલા ચૂંટણી કાર્ડમાં ફોટો ન હતો. તેની જગ્યાએ તાજેતરમાં પડાવેલ ફોટો ચોંટાડવાની સુચના હતી.આમ ડિઝીટલ ચૂંટણીકાર્ડમાં ફોટો ન આવતાં મતદારો મુંઝાવ્યાં છે. સોજીત્રાના એક યુવકે આ અંગે મામલતદાર કચેરી જઇને તપાસ કરતાં હવે કંઇ ના થાય ,નવેસરથી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરાય ત્યારે બદલાવી નાંખજો.

અન્ય સમાચારો પણ છે...