જાહેરાત:ચૂંટણી પંચે ઉમેદવારોએ કેટલો ખર્ચ કરવો તેની મર્યાદા નક્કી કરી

આણંદ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પંચાયતમાં 12 વોર્ડ હોય તો સરપંચને 15 હજારની મર્યાદા

ગ્રામ પંચાયતો માટે આગામી 19 ડિસેમ્બરના રોજ યોજાનારી ચૂંટણી માટેની ખર્ચ મર્યાદાની રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ ગ્રામ પંચાયતોના વોર્ડની મર્યાદાના ધોરણે સરપંચ પદ અને સભ્ય પદના ઉમેદવાર માટે ખર્ચ મર્યાદા નક્કી કરાઇ છે.

રાજ્ય ચૂંટણી પંચના જણાવ્યા મુજબ12 વોર્ડ સુધીની ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીના ઉમેદવારો માટે ચૂંટણી ખર્ચ માટે વધુમાં વધુ રૂા.15000/-, 13 થી22 વોર્ડ સુધીની ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીના ઉમેદવાર માટે રૂા.30000/- અને 23 કે 23 વોર્ડથી વધુ વોર્ડની ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીના ઉમેદવાર માટે ચૂંટણીમાં ચૂંટણી ખર્ચ માટે વધુમાં વધુ રૂા 45000/- ની મર્યાદામાં ખર્ચ કરવાનો રહેશે જ્યારે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તા.3-12-2011 થી બહાર પાડવામાં આવેલા આદેશની અન્ય વિગતો યથાવત રહેશે.

સામાન્ય સરપંચ બેઠક માટે રૂપિયા 2 હજારની ડિપોઝીટની રકમ ભરવાની રહેશે
ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચની બેઠક કે વોર્ડના સભ્ય તરીકે ઝંપલાવવા માંગતા ઉમદેવારોએ ડિપોઝીટ ભરીને તે પહોંચ ઉમેદવારી પત્ર સાથે આપવાની રહેશે. સામાન્ય સીટના સરપંચ માટેરૂા 2 હજાર, સભ્ય માટેરૂા 1 હજાર, સામાન્ય સીટ સિવાયના સ્ત્રી, સા.શૈ.પ, અ. આ. જાત, અ. જા.ના સરપંચ માટે રૂા1000 ફી તેમજ સભ્ય માટે 500 રૂપિયા ડિપોઝીટ ભરવી પડશે.

અન્ય સમાચારો પણ છે...