તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:વાસદ ટોલ પ્લાઝા પાસે કાર ચાલકે કર્મચારીઓને માર માર્યો

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરાઇ

વાસદ ગામે ટોલનાકા પાસે એક ફોર્ચ્યુનર કારના ચાલકે કર્મચારીઓ સાથે ઝઘડો કરી માર માર્યાની ફરિયાદ વાસદ પોલીસ મથકમાં નોંધાઇ છે. આણંદ તાલુકાના કાસોર તાબે સોલાપુરા ખાતે રહેતા વિનીતસિંહ નરેન્દ્રસિંહ ગોહેલ જે છેલ્લા ચાર માસથી વાસદ ટોલ ટેક્સ ઉપર નોકરી કરી જીવન ગુજરાન ચલાવે છે. શુક્રવારે સાંજના ચાર વાગ્યાના અરસામાં વિનીતસિંહ ગોહેલ વાસદ ટોલ ટેક્સ ખાતે પોતાની નોકરી પર હાજર હતા. ત્યારે વડોદરાથી અમદાવાદ તરફ જતી લાઇન પર ફરજ બજાવી રહયા હતા.

આ વખતે એક ફોરચુનર ગાડી આવી ચઢી હતી. ત્યારે અંદર ચાર ગાડી લાઈનમાં હોવાથી ફોરચુનર કાર કારમાંથી કાર ચાલકે નીચે ઉતરી ટોલબુથ પાસે ઉભેલા વિનીતસિંહ ગોહેલ સાથે બોલાચાલી કરી આટલી બધી વાર કેમ લાગે છે.

તેમ કહી ગાળો બોલી વિનીતસિંહને લાફા મારી દઈ તેમજ છોડાવવા વચ્ચે પડેલા સુપરવાઇઝર મહેન્દ્રકુમાર ગંગાદર ભૈરવા અને મેનેજર મનોહર નથ્થા પાટીલને પણ લાકડાના ડંડાથી મારી કારનો ચાલક પોતાની કાર લઈ અમદાવાદ તરફ ભાગી ગયો હતો. આ બનાવ અંગે વિનીતસિંહ નરેન્દ્રસિંહ ગોહેલની ફરિયાદ લઇ પોલીસે ફોરચ્યુનર કારના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...