અકસ્માત:કારે બાઈકને ટક્કર મારતા ચાલક ગંભીર

આણંદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોરસદની નીસરાયા ચોકડી પાસે સોમવાર સાંજે કારને બાઇક ટકકર મારતાં બાઇક ચાલકને ઇજાઓ થતાં બોરસદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, બોરસદની નીસરાયા ચોકડી પાસે સકીલભાઈ અનવરભાઈ વ્હોરા પોતાની પત્ની અને બાળકો સાથે રહે છે. સોમવાર સાંજે તેઓ પોતાના બાઈક ઉપર પોતાની માતાને બેસાડી તેમને ગામની આણંદ ચોકડીએ મુકવા ગયા હતા અને ત્યાંથી તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે મારુતિ હોટલ નજીક સુર્યદર્શન સોસાયટી પાસે સફેદ રંગની ક્રેટા ગાડીએ બાઈકને ટક્કર મારી હતી જેથી સકીલભાઈ રોડ ઉપર પડી જતા તેમને જમણા ખભે ફેકચર થઈ ગયું હતું અને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તરત જ સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. હાલમાં તેમની હાલત સ્થિર છે. ઉલ્લેખનીય છે કે, આણંદ જિલ્લામાં છેલ્લાં કેટલાંય સમયથી અકસ્માતને લઈને ઈજા થવાના બનાવ અનેક બની રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...