અકસ્માત:ચાલુ બાઇકે ચક્કર આવતા રોડ ઉપર પટકાયેલા ચાલકનું મોત

આણંદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇન્દ્રણજ દરગાહ પાસે બાઇક ડિવાઇડર સાથે ટકરાઇ
  • વટામણથી બે સગાભાઇ મહિયારી જતા હતા, બીજાને ઇજા

તારાપુર-વટામણ સીક્સ લેન રોડ પર ઇન્દ્રણજ દરગાહ પાસે ચાલુ બાઈકે ચક્કર આવતાં રોડ પર પટકાયેલા યુવકનું મોત થયું હતું. જ્યારે બીજાને ઈજા થઈ હતી. ધોળકા તાલુકાના વટામણ ગામના મયુર કિરીટભાઇ ડાભી (ઉં.વ.20) તથા સિદ્ધરાજસિંહ કિરીટસિંહ ડાભી (ઉ.વ.18) બે સગાભાઇઓ શનિવાર બપોરે બાઇક લઇને તારાપુરના મહિયારી ગામે સંબંધીને ત્યાં જવા નીકળ્યાં હતા. ત્યારે બપોરના 2:00 વાગ્યાના અરસામાં તારાપુર વટામણ હાઇવે પર ઇન્દ્રણજ દરગાહ પાસે બાઈક પસાર થઇ રહ્યું હતું ત્યારે ચાલક મયુરને ચક્કર આવતા બાઈક ડીવાઈડર સાથે અથડાઈ હતી.

બાઈક ડિવાઇડર સાથે અથડાતા બંને યુવકો રસ્તા ઉપર પટકાયા હતા. અકસ્માતમાં બાઈક ચાલક મયુર કિરીટભાઈ ડાભીને શરીરને તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે નિપજ્યું હતું. જ્યારે બાઈક પાછળ બેઠેલા સિધ્ધરાજસિંહને શરીરે ઇજાઓ તથા 108 મારફતે તારાપુરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે ઘટના સ્થળે મરણ જનાર મયુર કિરીટભાઈ ડાભીને પીએમ અર્થે તારાપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. તારાપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...