પહેલ:મહાઅન્નકૂટ દર્શનનાં દાનની રકમ મોરબી ફંડમાં જમા કરાશે

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આણંદ સાંઇબાબા મંદિરના જનસેવા ટ્રસ્ટીઅોની પહેલ
  • 1551 વાનગીઓ મતદાન જાગૃતિ અભિયાન થીમ પર તૈયાર કરાશે

દેવ દિવાળી પર્વેઆણંદમાં શ્રી સાંઇબાબા જન સેવા ટ્રસ્ટ દ્વારા મહાઅન્નકુટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે ચૂંટણી પર્વે મતદારોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાય તેવા હેતુથી મતદાન જાગૃતિ અભિયાન થીમ પર 1551 વાનગીઓમાં અન્નકૂટના દર્શન તૈયાર કરાશે.

આણંદ સાંઇબાબા જનસેવા ટ્રસ્ટના પ્રમુખ જનક પટેલે જણાવ્યું હતું કે મોરબી દુર્ઘટનામાં માતા-પિતા ગુમાવેલ 7 વર્ષીય દિકરી હર્ષી ને ધો-12 સુધીની અભ્યાસની જવાબદારી મંદિર દ્વારા સ્વીકારવામાં આવેલી છે. તેમજ દેવદિવાળીના રોજ મહાઅન્નકૂટના દિવસે મંદિરને મળનાર દાનની રકમ મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના ફંડમાં આપવામાં આવશે. આ પ્રસંગે 7મી નવેમ્બરે સાંજે 4 થી 6 કલાકે મહાઅન્નકુટ તૈયાર કરાશે અને સાંજે 6 થી 7 કલાકે મોરબી દુર્ઘટનાના મૃતકોને શ્રધ્ધાજંલી આપવાનો કાર્યક્રમ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...