કાર્યવાહી:9 હજારમાં વેચવા મૂકેલા એરપોડની સામે તબીબે રૂ.71 હજાર ગુમાવ્યા

આણંદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગઠિયાએ છથી સાત વાર QR કોડ સ્કેન કરાવી પૈસા તફડાવ્યા

ઓનલાઈન પ્લેટફોર્મ પર રૂપિયા નવ હજારમાં વેચવા મૂકેલા એરપોડ ગઠિયાએ ખરીદવાની ઈચ્છા વ્યક્તિ કરીને સોજિત્રાના તબીબને વિશ્વાસમાં લીધા હતા. બાદમાં તેમની પાસે છથી સાત વાર અલગ-અલગ ક્યુ આર કોડ સ્કેન કરાવી તેમના ખાતામાંથી રૂપિયા 71 હજાર તફડાવી લીધા હતા. સોજિત્રાના જૈન મંદિર પાસે રહેતા અને વિદ્યાનગરમાં ડેન્ટીસ્ટ તરીકે ફરજ બજાવતા 25 વર્ષીય યેશા દેવેશભાઈ શાહે થોડાં સમય અગાઉ તેમના ઓરપેડ વેચવાનો હોઈ ઓનલાઈન પ્લેટફોર્મ ઓએલએક્સ પર વેચાણ અર્થે મૂક્યા હતા.

દરમિયાન, તેમના મોબાઈલ પર તારાપુરના રહીશ તરીકે એક વ્યક્તિએ સંપર્ક કર્યો હતો અને ઓરપેડ ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. એ પછી તેણે નાણાં કેવી રીતે ચૂકવવા તેમ કહી તેમના ખાતામાં એક રૂપિયા નાંખ્યો હતો. એ પછી તેમને ક્યુ આર કોડ મોકલ્યો હતો. ક્યુ આર કોડ સ્કેન કરતાં જ તેમના ખાતામાંથી પ્રથમ નવ હજાર રૂપિયા કપાઈ ગયા હતા. એ પછી તુરંત તેણે આ રીતે પાંચથી છ વખત કોડ મોકલી તેમના ખાતામાંથી તબક્કાવાર 62 હજાર ઉપાડી લીધા હતા. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતાં આ મામલે સાઈબર સેલમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...