બોરસદ ચોકડી ઓવરબ્રીજ બનાવવા માટે અધિક જીલ્લા કલેકટરે જાહેરનામુ બહાર પાડી માર્ગને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.ત્યારે ડાયવર્ઝન આપેલા સેવાસદનથી ઉમા ભવન પાણી ટાંકી સુધીનો માર્ગ પર દાંડી વિભાગે ફકત માટી નાંખીને ઉબડ ખાબડ રસ્તો બનાવીને વેઠ ઉતારવામાં આવી છે.જેના લીધેલ સતત 24 કલાક સુધી હજારોની સંખ્યામા અવરજવર કરતાં બાઇક ચાલકો સહિત વાહન ચાલકો તંત્રના પાપે હાલાકીઓનો ભોગ બની રહ્યા છે
પ્રાપ્ત માહિતી અનુસાર બોરસદ ચોકડી ઓવરબ્રીજ ની કામગીરી દરમિયાન ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. હાલ ઓવરબ્રીજની બાજુમાં સર્વિસ રોડ પર હાલમાં વાહન ચાલકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.પરંતુ સર્વિસ રોડ પર માત્ર મેટલી કામકરીને માટીપુરાણા કર્યા સિવાય કોઇજ કામગીરી કરવામાં આવી નથી.જેના કારણે ધણા સમયથી રસ્તો ઉબડખાબડ બની ગયો છે.
ટુ વ્હીલર વાહન ચાલકો સહિત મોટા વાહનોને અવર જવરમાં મુશ્કેલીઓ પડે છે. વરસાદ પડે તે પહેલા માર્ગ પર યોગ્ય કામગીરી કરવામાં નહીં આવે તો અકસ્માતના બનાનો બનવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે.તેમજ સર્વિસ રોડ પરથી વાહનો પસાર થતાં ધૂળ હોવાથી આજુબાજુના રહીશો અને દુકાનદારો હેરાન પરેશાન થઇ ગયા છે. ત્યારે ચોમાસા પહેલા સર્વિસ માં ડામર રોડ બનાવવાની માંગ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.