આણંદ જિલ્લામાં ગઈકાલે રવિવારે માત્ર 19 કોરોના કેસ નોંધાયા છે. જિલ્લામાં નોંધાયેલા કોરોનાના એક્ટિવ કેસ 234 થયા છે. ગઈકાલે 5093 નાગરિકોનું રસીકરણ કરાયું હતું.
મહત્વનું છે કે આણંદ તાલુકામાં સૌથી વધુ 7 દર્દી નવા નોંધાયા છે. જ્યારે બોરસદમાં 4 , પેટલાદમાં 4,અંકલાવમાં 2 અને ઉમરેઠમાં 2 જ્યારે,સોજીત્રા, ખંભાત અને તારાપુરમાં શૂન્ય કેસ નોંધાયા છે. દૈનિક સંક્રમિતોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જણાઈ રહ્યો છે. જોકે કોવિડ નિયમોને નકારતા લગ્ન સમારંભો અને સામાજિક પ્રસંગોમાં તેમજ રાજકીય કાર્યક્રમોમાં નાગરિકો ગંભીર બેદરકારી દાખવી રહ્યા છે.અહીં કોવિડ ગાઈડલાઈનની અણદેખી સ્પષ્ટ જણાઈ રહી છે. જોકે જનજીવન સામાન્ય થઈ રહ્યું છે.
જિલ્લામાં અત્યાર સુધીના સંક્રમિત દર્દીઓનો કુલ આંકડો 15300 સુધી પહોંચ્યો છે. જેમાંથી અત્યાર સુધી 15014ને સારવાર બાદ સારું થઈ જતાં તેમને રજા આપી દેવામાં આવી છે. હાલ 14 દર્દી કરમસદ શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જ્યારે પેટલાદ સિવિલ હોસ્પિટલમાં 2 તેમજ 15 અન્ય ખાનગી હોસ્પિટલમાં દાખલ છે.તો બીજી તરફ 203 સંક્રમિતોને હોમઆઈસોલેશનમાં સારવાર અપાઈ રહી છે. ગઈકાલે 58 દર્દીઓ સાજા થયેલ છે. 7 દર્દી ઓક્સિજન ઉપર અને 2 દર્દી વેન્ટીલેટર ઉપર કોરોના સામે ઝઝૂમી રહ્યા છે. કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓનો અત્યાર સુધીનો મૃત્યુઆંક 52 નોંધાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.