આણંદ કોરોના LIVE:જિલ્લામાં મંગળવારે કોરોનાના નવા 9 કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંક 171 થયો

આણંદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગઈકાલે 43 દર્દીઓ સ્વસ્થ થયા
  • 12054 નાગરિકોનું રસીકરણ, 155 દર્દી હોમઆઈસોલેટ

આણંદ જિલ્લામાં ગઈકાલે મંગળવારે કોરોનાના માત્ર 9 કેસ નોંધાયા છે. જિલ્લામાં નોંધાયેલા કોરોનાના એક્ટિવ કેસ 171 થયા છે. નોંધનીય છે કે ગઈકાલે 12054 નાગરિકોનું રસીકરણ કરાયું હતું.

મહત્વનું છે કે આણંદ તાલુકામાં વધુ 7 ખંભાતમાં 1 અને પેટલાદમાં1 કેસ નોંધાયા છે જ્યારે, બોરસદ, પેટલાદ, આંકલાવ, ઉમરેઠ, સોજીત્રા અને તારાપુરમાં શૂન્ય કેસ નોંધાયા છે. દૈનિક સંક્રમિતોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જણાઈ રહ્યો છે. જનતામાં પણ કોરોનાની દહેશત ઘટી રહેલ જોવા મળી રહી છે.

જિલ્લામાં અત્યાર સુધીના સંક્રમિત દર્દીઓનો કુલ આંકડો 15322 સુધી પહોંચ્યો છે. જેમાંથી અત્યાર સુધી 15099ને સારવાર બાદ સારું થઈ જતાં તેમને રજા આપી દેવામાં આવી છે. હાલ 7 દર્દી કરમસદ શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જ્યારે પેટલાદ સિવિલ હોસ્પિટલમાં 2 તેમજ 7 અન્ય ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. તો બીજી તરફ 155 સંક્રમિતોને હોમઆઈસોલેશનમાં સારવાર અપાઈ રહી છે.

ગઈકાલે 43 દર્દીઓ સાજા થયા છે. દર્દી ઓક્સિજન ઉપર અને 1 બાયપેય અને 1 દર્દી વેન્ટીલેટર ઉપર કોરોના સામે ઝઝૂમી રહ્યા છે. કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓનો અત્યાર સુધીનો મૃત્યુઆંક 52 નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...