આણંદ કોરોના LIVE:જિલ્લામાં કોરોનાના નવા 88 અને ઓમિક્રોનના નવા 2 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 693 થયા

આણંદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આણંદ તાલુકામાં આજે કોરોનાના સૌથી વધુ 72 કેસ નોંધાયા
  • પેટલાદમાં 11, ​​​​​​​આંકલાવમાં 1, ઉમરેઠમાં 1, ખંભાતમાં 1 અને બોરસદ તાલુકામાં 3 દર્દીઓ નોંધાયા

આણંદમાં આજે કોરોનાના નવા 88 કેસ નોંધાયા છે તેમજ ઓમિક્રોનના 2 કેસ સામે આવ્યાં છે. આ સાથે જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 693 થઈ છે. તેમજ આજે 11271 લોકોને વેક્સિન આપવામાં આવી છે. જિલ્લામાં આજે નવા આવેલા કેસમાં આણંદ તાલુકામાં સોથી વધુ 72 કેસ સામે આવ્યાં છે.

આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણ બેકાબુ રીતે વધી રહ્યુ છે. લગ્ન સમારંભો, ડાયરા, સામાજિક, રાજકીય અને સરકારી કાર્યક્રમોનો સતત વધતી જતી સંખ્યા કોરોના સંક્રમણને બળ પૂરું પાડી રહી હોય તેવું લાગી રહ્યુ છે. કોરોના સંક્રમણ નાગરિકોને સખ્ત રીતે ભરડે લઈ રહ્યો છે. આજે જિલ્લામાં કોરોના સંક્રમણ રોકેટગતિએ વધી રહ્યુ છે. આજે નવા 88 કેસ નોંધાયા છે. આણંદ જિલ્લામાં નોંધાયેલા કોરોનાના એક્ટિવ કેસ 693 થયા છે. જોકે આણંદ જિલ્લામાં આજે વધુ ઓમિક્રોનના નવા 4 કેસ નોંધાયા છે.

આણંદ જિલ્લા આરોગ્ય વિભાગની કોરોનાની સત્તાવાર યાદી જોતાં કોરોનાનો હાહાકાર નજરે ચઢી રહ્યો છે. ગઈકાલે 64 કેસ બાદ આજે પણ નવા 88 કેસ નોંધાયા છે. કોરોના મજબૂતાઈથી 693 દર્દીને ભરડે લઈ બેઠો છે. દૈનિક સંક્રમિતોની વધતી સંખ્યા છતાં કોવિડ નિયમોને નકારતા લગ્ન સમારંભો અને સામાજિક પ્રસંગોમાં નાગરિકોની ગંભીર બેદરકારી દાખવી રહ્યા છે. જ્યારે રાજકીય પક્ષોના નેતાઓ અને આગેવાનો પણ ડાયરો અને જાહેર કાર્યક્રમો અને મીટીંગો યોજી બેજવાબદાર રીતે વર્તી રહ્યા હોઈ કોરોના ફૂલીફાલી રહ્યો છે.

મહત્વનું છે કે આણંદ તાલુકામાં ગઈકાલે સૌથી વધુ 44 દર્દીઓ હતા આજે પણ 72 દર્દી નવા નોંધાયા છે . જ્યારે પેટલાદમાં 11, આંકલાવમાં 1, ઉમરેઠમાં 1, ખંભાતમાં 1 અને બોરસદ તાલુકામાં 3 દર્દીઓ નોંધાયા છે. જ્યારે તારાપુર, આંકલાવ અને સોજીત્રા તાલુકામાં શૂન્ય કેસ છે. ઓમિક્રોનની માહિતી જોઈએ તો આજે ઓમીક્ર્રોનના નવા 2 કેસ નોંધાયા જયારે 2 સાજા થયા છે. ઓમિક્રોન સંક્રમિત દર્દીઓનો 23 દર્દી સાજા થયેલા છે તેમજ કુલ એક્ટિવ કેસનો આંકડો 27 સુધી પહોંચ્યો છે.

આજે રસીકરણ અભિયાનની ગતિ ધીમી હતી. જે આજે સુધરી જણાઈ રહી છે. આજે રસીકરણનો કુલ આંકડો 11271 સુધી પહોંચ્યો હતો. કોરોનાનો ગ્રાફ ઉંચો જઈ રહ્યો છે જ્યારે રસીકરણનો આંક ધીમી ગતિએ નીચે ઉતરી રહ્યો છે. આરોગ્ય વિભાગ આ તરફ વધુ સક્રિય કામગીરી કરે તે જરૂરી બન્યું છે.

જિલ્લામાં અત્યાર સુધીના સંક્રમિત દર્દીઓનો કુલ આંકડો 10531 સુધી પહોંચ્યો છે. જેમાંથી અત્યાર સુધી 9788 ને સારવાર બાદ સારું થઈ જતાં તેમને રજા આપી દેવામાં આવી છે.હાલ 27 દર્દી કરમસદ શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જ્યારે 16 અન્ય ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. તો બીજી તરફ 691 સંક્રમિતોને હોમઆઈસોલેસનમાં સારવાર અપાઈ રહી છે. 2 દર્દી ઓક્સિજન ઉપર કોરોના સામે ઝઝૂમી રહ્યા છે. કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓનો અત્યાર સુધીનો મૃત્યુઆંક 50 નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...