કાર્યવાહી:ખાણ ખનીજ વિભાગે ઓવરલોડ રેતી ભરીને જતાં 4 ડમ્પર ઝડપ્યાં

આણંદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાર ડમ્પર કબજે લઇને પોલીસ સ્ટેશનમાં મુકાવ્યાં

આણંદ જિલ્લા ખાણ ખનીજ ચોરી અટકાવવાના ભાગરૂપે ઝુંબેશ હાથધરવામાં આવી છે.ત્યારે તંત્રની ટીમોએ ઓવરલોડ રેતીની હેરાફેરી કરતાં ચાર ડમ્પર સહિત એક મશીન મળીને રૂા 1.25 કરોડોનો મુદામાલ કબ્જે કરીને જે તે પોલીસ મથકે મુકાવી દેવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ આણંદ ખાણ ખનીજ વિભાગની ટીમે ગુરૂવાર વહેલી સવારે ચેકીંગ ઝુંબેશ હાથધરી હતી.

જેમાં લાલપુરા, ખાનપુર, બોરસદ,વાસદ સહિત વિસ્તારોમાં ચેકીંગ હાથધર્યુ હતું. જેમાં ખંભોળજ, ભાલેજ અને બોરસદ પાસેથી ઓવરલોડ રેતી પસાર થઇ રહેલા ચાર જેટલા ડમ્પર ઝડપી પાડયા હતા. જેથી ખાણ ખનીજ વિભાગ ચાર ડમ્પર સહિત રેતી મળીને 1.25 કરોડનો મુદામાલ કબ્જે લઇને ખંભોળજ અને બોરસદ પોલીસ સ્ટેશન મુકાવી દીધા હતા.તેમજ ડમ્પર માલિકોને નોટીસ પાઠવીને દંડ ભરી જવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...