કાયદેસરની કાર્યવાહી:ગામડી પાસે ખાણ ખનીજ વિભાગે ડમ્પર ડીટેઈન કરી નોટિસ ફટકારી

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ખાનપુર મહીસાગર નદી કિનારેથી રેતીનું ગેરકાયદે ખનન થતું હોવાની ફરિયાદો ઉઠી હતી. ત્યારે ખાણ ખનિજ વિભાગે ટીમો બનાવી ગામડી પાસે ઓવરલોડ રેતી ભરેલા ડમ્પર ચાલકની પુછપરછ કરવામાં આવતા રોયલ્ટી પાસ નહીં હોવાથી ડીટેઈન કરાયુ હતુ. જો કે ડમ્પર માલિકને નોટિસ ફટકારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.

આણંદ ખાણ ખનીજ વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે આણંદ જીલ્લામા ભુમાફીયાઓ રોયલ્ટી ભરવી પડે નહી તે માટે જુદા જુદા નુશખાઓ અપનાવતા હોય છે. આથી ટીમો બનાવી લીઝ ધારકોને વારંવાર સુચનાઓ આપવામાં આવે છે. જે મુજબ ચાલુ વર્ષે ખાણ ખનિજ વિભાગને 1070.66 લાખ રકમ રોયલ્ટીની આવક થઈ હતી. વધુ માહીતી મુજબ રોયલ્ટી ચોરી થતી અટકાવવાના ભાગરૂપે ગામડી પાસે ડમ્પર ચાલકોની પુછપરછ હાથ ધરવામા આવી હતી. ડમ્પર ચાલક પાસે રોયલ્ટી પાસ નહીં હોવાથી ડીટેઈન કરી જીલ્લા સેવા સદન ખાતે મુકી દેવાયુ હતું.

અન્ય સમાચારો પણ છે...