તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • The Decision Of The Government Of India To Set Up A Ministry Of Co operatives Was Welcomed By The Co operative Leaders Of Anand As It Was A Big Decision For The Country's Economy And For Farmers And Pastoralists.

નિર્ણયને આવકાર:ભારત સરકારના સહકારી મંત્રાલય સ્થાપવાના નિર્ણયને આંણદ ના સહકારી આગેવાનોનો આવકાર,દેશના અર્થતંત્ર અને ખેડૂતો,પશુપાલકો માટે મોટો નિર્ણય હોવાનો માટે વ્યક્ત કરાયો

આણંદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમાર ,ચરોતર ગેસ ના કિરણભાઈ પટેલ , આરગોકુલ(આનંદ તેલ) ચેરમેન વિપુલ પેટલે નિર્ણયને આવકાર્યો

રાજ્યમાં સહકારી માળખું સહકારી મંડળીઓ મારફત સુદ્રઢ અને સક્ષમતાથી નાગરિકોના જીવન વ્યવહારમાં વણાઈ ગયું છે. અમૂલ ડેરી અને ઇફકો ખાતર આ ક્ષેત્રમાં સૌથી મોટું અને વિશ્વસનીય નામ બની ગયું છે. જોકે, સહકારી ચળવળનો દેશવ્યાપી વ્યાપ નહોતો થયો. દેશમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને કર્ણાટકને બાદ કરતાં અન્ય રાજ્યોમાં સહકારી ક્ષેત્ર જનઉપયોગી થાય તે હદે વિસ્તર્યું નથી. વળી જ્યાં છે ત્યાં જુના સહકારી કાયદા મુજબ કામગીરી ચાલતી હોઈ તેમજ તેમાં રાજકીય દખલઅંદાજી પણ વધી ગઈ હોય સહકારી મંડળીઓના પ્રશ્નો પણ પેચીદા બની જતા હોય છે. કેન્દ્ર સરકાર દ્વારા આ ક્ષેત્રના વિસ્તાર માટે સહકાર થી સમૃધ્ધિ ના ઉદ્દેશ્ય સાથે સહકારીતા મંત્રાલયની સ્થાપના કરવામાં આવતી હોય ગુજરાતની ત્રણ અગ્રણી બ્રાન્ડના ચેરમેને કેન્દ્ર સરકારના આ પગલાંને આવકાર્યા છે.

રામસિંહ પરમાર ,ચેરમેન અમુલ ડેરી ,આણંદ
રામસિંહ પરમાર ,ચેરમેન અમુલ ડેરી ,આણંદ

પશુપાલકોના પ્રશ્નોનું ઝડપી નિવારણ થશે અને પશુપાલકો આર્થિક રીતે મજબૂત બનશે

આ અંગે અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમાર આવકાર્યું હતું અને જણાવ્યું કે, સહકારી સંસ્થાઓને ખાનગી કંપનીઓ સામે સ્પર્ધામાં ઉભા રહી ખેડૂતોને ઉપયોગી થઈ શકે એવા કાયદામાં સુધાર અને અલગ વ્યવસ્થા માટે ભારત સરકાર દ્વારા નવું મંત્રાલય બનાવવાના નિર્ણયને લાખો પશુપાલકોનું જીવન ધોરણ વધુ સુખમય બનાવશે. આ મંત્રાલય દેશમાં સહકારી વ્યવસાયને મજબૂત કરવા માટે એક અલગ વહીવટી, કાયદાકીય અને નીતિ માળખા પ્રદાન કરશે. નવું મંત્રાલય સહકારી સંસ્થાઓ માટે વ્યવસાયમાં સરળતા' માટેની પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવાનું કામ કરશે અને બહુ રાજ્ય સહકારીના વિકાસને સક્ષમ બનાવશે. આ મંત્રાલયની મદદથી પશુપાલકોના પ્રશ્નોનું નિવારણ થશે સાથે સાથે તેમની આવકમાં વધારો થશે અને પશુપાલકો આર્થિક રીતે મજબૂત બનશે.

વિપુલભાઈ કે.પટેલ,ચેરમેન આરગોકુલ (આનંદ તેલ),આણંદ .
વિપુલભાઈ કે.પટેલ,ચેરમેન આરગોકુલ (આનંદ તેલ),આણંદ .

સહકારી સંસ્થાઓને ખાનગી કંપનીઓ સામે સ્પર્ધામાં ઉભા રહી શકશે , ખેડૂતોની આવકમાં વૃદ્ધિ થશે

આ અંગે આરકોગુલ, ચિખોદરાના ચેરમેન વિપુલભાઈ કે. પટેલે આવકારતા જણાવ્યું હતું કે, સહકારી સંસ્થાઓને ખાનગી કંપનીઓ સામે સ્પર્ધામાં ઉભા રહી ખેડૂતોને ઉપયોગ થઈ શકે એવા કાયદામાં સુધાર અને અલગ વ્યવસ્થા માટે ભારત સરકાર દ્વારા નવુ મંત્રાલય બનાવાના નિર્ણયને હજારો તેલીબીયા પકવતા ખેડૂતોના જીવનમાં નવો ઉજાસ પુરશે. આ મંત્રાલયમાં દેશમાં સહકારી વ્યવસાયને મજબૂત કરવા માટે એક અલગ વહીવટી, કાયદાકીય અને નીતિ માળખા પ્રદાન કરશે. નવું મંત્રાલય સહકારી સંસ્થાઓ માટે 'વ્યવસાયમાં સરળતા' માટેની પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવાનું કામ કરશે અને બહુ રાજય સહકારીના વિકાસને સક્ષમ બનાવશે. આ મંત્રાલયની મદદથી તેલીબીયાં મંડળીઓના પ્રશ્નોનું નિવારણ થશે સાથે સાથે તેમની આવકમાં વધારો થશે અને તેલીબીયાં મંડળીઓ આર્થિક રીતે મજબુત બનશે.

કિરણભાઈ પટેલ,ચેરમેન ,ચરોતર ગેસ સહકારી મંડળી લી.
કિરણભાઈ પટેલ,ચેરમેન ,ચરોતર ગેસ સહકારી મંડળી લી.

મંત્રાલયના માધ્યમ થી સહકારી ક્ષેત્રના પેચીદા પ્રશ્નો ઝડપી ઉકેલાશે,

આ અંગે ચરોતર ગેસ સહકારી મંડળી ના ચેરમેન કિરણભાઈ પટેલ સાથે સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે વડાપ્રધાન દેશના અર્થતંત્રમાં સહકારી ક્ષેત્રની ઉપયોગીતા સુપરે સમજે છે.કેન્દ્ર સરકારનો આ નિર્ણય ખૂબ આવકારદાયક છે.સહકારી ક્ષેત્ર ગુજરાત અને ખાસ કરીને આણંદ માટે ખૂબ જ મહત્વ ધરાવે છે.સહકારી ક્ષેત્રેની તાકાત વિશ્વિક સ્તરે દર્શાવતી ચરોતર ગેસ અને અમૂલ ડેરી ઉદાહરણીય મોડલ છે.ગેસ ક્ષેત્રે ચરોતર ગેસ સહકારી મંડળી સહકારી પધ્ધતિ નોંધાયેલ ગેસ વિતરણ કરતી એશિયાખંડની એક માત્ર મંડળી છે. હાલ કેન્દ્રમાં પીએન્ડજી ઓથોરીટીમાં કોઇ ચેરમેન નથી. આથી, સહકાર મંત્રાલય થકી અમારી રજુઆતો કરી શકાશે અને પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવી શકાશે.બીજું કે સહકારી મંડળી, બેન્ક વિગેરેને નડતા પ્રશ્નોની દિલ્હી કક્ષાએ યોગ્ય રજુઆત કરવા વચ્ચે કોઇ કડી નહતી. સન 2002માં બેન્કો ફડચામાં ગઇ તે સમયે મંત્રાલય હોત તો આટલી તકલીફ ન પડી હોત. જે તે સમયે કેન્દ્ર સરકારના હસ્તક્ષેપ થી યોગ્ય નિરાકરણ અને મદદ મળી શકી હોત.

અન્ય સમાચારો પણ છે...