તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આણંદની અપરા હોસ્પિટલમાં અપમૃત્યુને ભેટેલા ભુપેન્દ્રભાઈ પટેલના કેસમાં પરિવારજનોએ પોલીસને આપેલી ફરિયાદ અરજી બાબતે આણંદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મૃતકના પત્ની શિલ્પાબેન પટેલ ઉપર સહન ન થઈ શકે તેવો કારમો આઘાત લાગ્યો છે. મૃતક ભુપેન્દ્રભાઈના સાળા વિપુલ પટેલે લાગણીશીલ અવાજે જણાવ્યું છેકે, મારી બહેન એકલા પડી ગયા છે.તેઓની માનસિક સ્થિતિ વધુ કથળી રહી છે.તેઓ નિઃસંતાન હોઈ પતિ પત્ની જ એકબીજાનો સહારો હતા.
આ દુઃખદ ઘટના બાદ બહેન સતત રડી રહ્યા છે
વિપુલ પટેલે જણાવ્યું હતું કે, તેઓએ પોતાની બહેનની ચિંતા કરતા અવાજે કહ્યું હતું કે આ દુઃખદ ઘટના બાદ તેઓ સતત રડી રહ્યા છે. કોઈ રીતે માની રહ્યા નથી. તે ઘેરા આઘાતમાં છે કે "મને મૂકીને કેમ જતા રહ્યા" અને "હું ક્યા ચોઘડિયામાં તેઓને હોસ્પિટલમાં લઈ ગઈ કે તે પાછા ન આવ્યા " આવો પસ્તાવો તેમના મનને ઘેરી લીધું છે.
અમે વકીલને મળી આગળની કાર્યવાહી કરીશું
મૃતકના પત્ની અને પરીવારજનોનો આક્રંદ અને આઘાત ન્યાય માટે અને કસૂરવારો ઉપર ગુનો નોંધવા પોકારો કરી રહ્યા છે. આણંદ ટાઉન પોલીસ હજુ ધીમી અને ઢીલી નીતિએ ચાલી રહી હોવાનો આક્ષેપ મૃતકના સાળા વિપુલભાઈ પટેલે કર્યો છે. આ અંગે મૃતક ભુપેન્દ્રભાઈના સાળા વિપુલભાઈ પટેલે જણાવ્યું હતું કે પોલીસે અમારી ફરિયાદ હજુ અરજી ઉપર જ રાખી છે. કસૂરવારો ઉપર ગુનો નોંધાયો નથી. અમે વકીલને મળી આગળની કાર્યવાહી કરીશું.
કોરોના પોઝિટિવ આવતા અપરા હોસ્પિ.માં દાખલ કરાયા હતા
ભુપેન્દ્રભાઈ પટેલને પરિવારમાં એક સગાં ભાઈ છે જે પરિવાર સાથે USA માં સ્થાયી થયેલા છે. જ્યારે ભુપેન્દ્રભાઈ અને તેમના પત્ની શિલ્પાબેન સાથે પલાણા રહેતા હતા.ભુપેન્દ્રભાઈને કોરોના પોઝીટીવ આવતા તેઓને આણંદ અપરા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અપરા હોસ્પિટલના ડો.અજય કોઠીઆલાએ આ ઘટના હોસ્પિટલ સ્ટાફની ભૂલ ગણાવી છે.વળી ખાસ તપાસ કરી સ્ટાફને હોસ્પિટલમાંથી છુટા કરી કાયદેસરની ફરિયાદ કરવા સુધીના પગલાં લેવાની ચમકી મીડિયા સમક્ષ ઉચ્ચારી છે.
હાજર સ્ટાફ કે ડોકટર કોઈ જ ફરક્યું નહીં
ચરોતરની સર્વશ્રેષ્ઠ અને અદ્યતન સાધનોથી સજ્જ અને ખડે પગે રહેતા સ્ટાફની સેવાઓ આપતી હોવાની નામના ધરાવતી હોસ્પિટલમાં જ સાવ સામાન્ય હોસ્પિટલમાં પણ ન થાય તેવી ગંભીર બેદરકારીને કારણે જીવ બચે તે માટે દાખલ થયેલ દર્દીને મોતની ભેટ મળી છે. ઓક્સિજનની પાઇપ નીકળી જતા શ્વાસ રૂંધાતા કણસતા હૃદયે તરફડીયા ખાતા દર્દીએ જીવવા માટે ઇમરજન્સી બેલ દ્વારા હોસ્પિટલ સ્ટાફ અને ડોકટરને મદદ માટે બેબાકળા બની પોકારો કરી પણ જે સમયે હોસ્પિટલમાં નિર્દયતા ફરી રહી હોય તેમ હાજર સ્ટાફ કે ડોકટર કોઈ જ ફરક્યું નહીં. પોતાનો જીવ બચાવવા અંતે મોબાઈલ દ્વારા પરિવારજનોને આજીજી કરી પરંતુ વિધિની વક્રતા પોતાનું કામ પતાવી દર્દીનો જીવ લઈ રવાના થઈ ગઈ હતી.
પ્રાથમિક તબક્કે ટેક્નિકલ બાબતો અંગે તપાસ થઇ
આ ઘટનાની તપાસ બાબતે આણંદ ટાઉન પી.આઈ. વાય.આર.ચૌહાણ સાથે સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે તપાસ શરૂ થઈ ગઈ છે. હાલ પ્રાથમિક તબક્કે ઘટનાની ટેક્નિકલ બાબતો અંગે હોસ્પિટલમાં તપાસ કરી હતી. રવિવારે હોસ્પિટલના સીસીટીવી સહિત મેડિકલ સાધનોની ચકાસણી હાથ ધરવામાં આવી છે. જે બાદ આગળની કાર્યવાહી ઝડપથી કરીશું.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.