• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • The Death Of A Young Man Who Was Wandering In Tarapur In Anand, The Video Of The Incident Went Viral, And Grief Prevailed Among The Devotees.

મોતનો LIVE વીડિયો:આણંદના તારાપુરમાં ગરબે રમતા યુવકને આવ્યો હાર્ટ એટેક, હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ થયું મોત

આણંદ2 મહિનો પહેલા

કોરોનાના બે વર્ષ બાદ નવરાત્રિની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. આણંદના તારાપુરમાં ગરબે ઘૂમી રહેલા એક યુવકનું મોત થયું હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે.

તારાપુર શિવશક્તિ સોસાયટીમાં યુવકને ગરબા રમતાં રમતાં ચક્કર આવ્યાં અને અચાનક મોતને ભેટ્યો હોવાના સમાચારે છેલ્લા બે દિવસથી રાજ્યને ધમરોળ્યું છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ આ વીડિયો પહેલાં ક્યાંનોં છે તે અંગે અસમંજસ પ્રવર્તી રહ્યું હતું પરંતુ સ્થાનિક સૂત્રો દ્વારા આ વાયરલ વીડિયો આણંદના તારાપુરનો હોવાની પુષ્ટિ થઈ છે. આ આકસ્મિક મોત અંગે પરિવાર દ્વારા પોલીસમાં કોઈ જ નોંધ કરાવાઈ નથી.

હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ મોત થયું
શુક્રવારે રાત્રે વીરેન્દ્રસિંહ રાજપૂત પણ ગરબા રમી રહ્યા હતા. આ દરમિયાન તે ઢળી પડ્યા હતા. સોસાયટીના લોકો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ, હોસ્પિટલ પહોંચતા પહેલાં જ તેણે દમ તોડી દીધો હતો. ડોક્ટરોએ કહ્યું હતું કે, તેને હાર્ટ એટેક આવ્યો હતો.

મિત્રો વીડિયો બનાવી રહ્યા હતા
વીરેન્દ્ર સોસાયટીના અન્ય લોકોની સાથે ગરબા રમી રહ્યો હતો. આ સમયે તેમનો એક મિત્રો વીડિયો બનાવી રહ્યો હતો. ત્યારે જ વીરેન્દ્ર લથડિયાં ખાતો તેમના મિત્રની આગળ પડ્યો હતો. મિત્રએ કહ્યું હતું કે, વીરેન્દ્ર પહેલાં ફક્ત ગરબા જોઈ રહ્યો હતો. પરંતુ, મિત્રોએ જ્યારે કહ્યું તો તે ગરબા રમવા લાગ્યો હતો.આ દરમિયાન આ ઘટના બની હતી.

આ ઘટનાનો લાઈવ વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો.જે અંગે તરેહ તરેહની અફવાઓએ જોર પકડ્યું હતું.વીડિયો આણંદ જિલ્લાના તારાપુરનો હોવાની સ્થાનિકો દ્વારા પુષ્ટિ થતાં જિલ્લામાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી રહી છે. જિલ્લાનાં વિવિધ ગરબા મંડળોએ આ દુઃખદ ઘટનાનો વીડિયો જોઈ આકસ્મિક મોતને ભેટેલ યુવકના આત્માને શાંતિ મળે અને તેનાં પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી માતાજીને પ્રાર્થના કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...