તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રવેશ ફોર્મની તારીખ:સરદાર પટેલ યુનિવર્સિટીમાં અનુસ્નાતક અભ્યાસક્રમના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઇ

આણંદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ 30મી હતી જે વધારી 13મી સપ્ટેમ્બર સુધી લઇ જવામાં આવી : કેમેસ્ટ્રીની એક્ઝામ 17મીએ યોજાશે

વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં શૈક્ષણીક વર્ષ 2021-22ના અનુસ્નાતક અભ્યાસક્રમના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30મી ઓગસ્ટ, 2021 હતી. જેને 13મી સપ્ટેમ્બર, 2021 સુધી લંબાવવામાં આવી છે.

વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં શૈક્ષણીક વર્ષ 2021-22ના અનુસ્નાતક અભ્યાસકર્મોના પ્રવેશ ફોર્મ ભરવાની છેલ્લી 30મી ઓગસ્ટ, 2021 હતી. જેને ગુજરાત રાજ્યની અન્ય યુનિવર્સિટીઓના પરીક્ષાના પરીણામોની પરીસ્થિતીને ધ્યાનમાં લેતા 13મી સપ્ટેમ્બર, 2021 સુધી લંબાવામાં આવી છે. વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની વેબસાઈટ www.spuvvn.edu/student_corner/admission પર ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી શકાશે. પ્રવેશ પ્રક્રિયાની અગાઉ જાહેર તારીખો ધ્યાને ન લેતાં હવે પછી યુનિવર્સિટીની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.

વધુમાં અનુસ્નાતક કક્ષાના એમ.એસસી (કેમેસ્ટ્રી) માટે પ્રવેશ પરીક્ષા (એટ્રન્સ એક્ઝામ)નું 5મી સપ્ટેમ્બર,2021ના રોજ આયોજન કર્યું હતું, જેના બદલે 17મી સપ્ટેમ્બર,2021ના રોજ રાખવામાં આવેલું છે. વધુ માહિતી માટે યુનિવર્સિટી વેબસાઈટ જોતા રહેવા જાણ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...