સુવિધા:દાંડી વિભાગે રેલવે બ્રિજ પર લોખંડની ગડરો મૂકવાની કામગીરી શરૂ કરી

આણંદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વહેલી તકે ઓવરબ્રિજ તૈયાર થઇ જાય તો વાહન ચાલકોને હાલાકીનો ભોગ બનવું પડે નહીં

આણંદ બોરસદ ચોકડી દાંડી વિભાગ દ્વારા ટ્રાફિક સમસ્યા નિવારણ માટે નવો ઓવર બ્રીજ બનાવવામાં આવી રહ્યો છે.ત્યારે તંત્ર દ્વારા રેલવે વિભાગની મંજુરી મળતાં રેલ્વે ફાટક પર પુલ બનાવવા માટે લોખંડની ગડરો નાંખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.જેના પગલે વહેલી તકે ઓવરબ્રીજ તૈયાર થઇ જાય તો વાહન ચાલકોને હાલાકીઓ ભોગ બનવું પડશે નહીં. દાંડી વિભાગ દ્વારા બોરસદ ચોકડી રેલવે ફાટક પર નવો ફલાય ઓવરબ્રીજ બે વર્ષથી તૈયાર કરવામાં આવી રહ્યો છે.પરંતુ રેલવે વિભાગે મંજૂરી નહીં આપતાં એક વર્ષ સુધી કામગીરી લંબાઇ હતી.

જેના પગલે ઉમાભવન,કલેકટર કચેરી રોડ પર ડાયવર્ઝન આપતાં હજારો વાહનચાલકોને મુશ્કેલીઓનો ભોગ બનવું પડે છે.જો કે બોરસદ ચોકડી તરફ જવાના માર્ગ પર આણંદ પાલિકા દ્વારા સાફ સફાઇની કામગીરી હાથ ધરવામાં આવતી નથી.તેમજ રસ્તો સાંકડો હોવાથી શહેરીજનો અને વાહન ચાલકોએ સાંસદ મિતેષ પટેલને ફરિયાદો કરવામાં આવી હતી.

આથી સાંસદ મિતેષ પટેલે ઓવરબ્રીજની કામગીરી મુલાકાત લઇને તંત્રને વહેલી તકે કામગીરી પૂર્ણ કરવાની સૂચના આપી હતી.જેના પગલે ગુરૂવારે રેલવે વિભાગની મંજુરી મળતાં તંત્ર દ્વારા રેલવે ઓવરબ્રીજ બનાવવા માટે લોખંડની ગડરો મુકવાની કામગીરી આરંભી દીધી છે.જેની વહેલી તકે કામગીરી પૂર્ણ થશે તેમ સુત્રોએ જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...