કામગીરી ઠપ:તલાટીની હડતાલથી 351 પંચાયતોની રોજની 30 લાખની આવક અટકી ગઇ

આણંદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તમામ વેરાની વસૂલાત તેમજ જન્મ મરણ નોંધણીની ઓનલાઇન કામગીરી ઠપ

તલાટીઓની હડતાલને પગલે જિલ્લાની 351 ગ્રામ પંચાયતોમાં દૈનિક એક ગ્રામ પંચાયત દીઢ 5 થી 10 હજારની આવક થાય છે. આમ એક દિવસમાં 30 લાખ ઉપરાંત આવક અટકી ગઇ છે. ગ્રામ પંચાયતોમાં વિવિધ વેરાની વસુલાત તેમજ ઓનલાઇ કામગીરી બદલ થતી આવક અટકી પડી છે. પોતાના પડતર પ્રશ્નો નહી ઉકેલાતા રાજ્યભરના તલાટી કમ મંત્રીઓની અચોક્કસ મુદતની હડતાલથી ગામડાઓની પ્રાથમિક કામગીરી અટકી પડતા ગ્રામજનોને હાલાકી પડી રહી છે. તલાટીઓની અચોક્કસ મુદતની હડતાલથી જ રાજ્ય સરકારની આવક ઉપર તેની સીધી અસર પડશે.

ઉપરાંત ઓનલાઇન અલગ અલગ પ્રકારની 25 જેટલી કામગીરી નહી થવાથી તેનો સીધો આર્થિક માર રાજ્ય સરકારને પડશે. ઉપરાંત ગામડાઓના લોકોને જરૂર પડતી વિવિધ યોજનાઓના લાભો માટેના આવકના દાખલા સહિતની ઓનલાઇન ડિઝીટલ સેવાઓ પણ બંધ થઇ જશે. વધુમાં જન્મ મરણની નોંધણી સહિતની ઓનલાઇન કામગીરી પણ અટકી પડશે તેમ આણંદ જિલ્લા તલાટી મહામંડળના પ્રમુખ ભરતસિંહ ગોહેલે જણાવ્યું છે. રાજ્યભરના તલાટીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરતાં પંચાયતની સેવા ખોરવાઇ છે.

હર ઘર તિરંગાની કામગીરી અટકતા અન્યને સોંપાશે
હર ઘર તિરંગા અંતર્ગત દરેક ગામમાં ગ્રામસભા યોજીને લોકોને તિરંગાની ખરીદી કરવા સમજાવવાના છે. જોકે તલાટી કમ મંત્રીઓની અચોક્કસ મુદતની હડતાલને પગલે ગ્રામસભાની કામગીરી અટકી પડતા તાલુકા વિકાસ અધિકારીના અન્ય કર્મીઓને જવાબદારી સોંપાશે.

અન્ય સમાચારો પણ છે...