તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાવચેતી:આણંદ રેલ્વે દ્વારા ફુટ બ્રીજના પોપડા ખરતા બંધ કરી દેવાયો

આણંદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 3 કરોડના ખર્ચે નવીન ફુટ ઓવરબ્રીજ બનાવવામાં આવશે

આણંદ રેલ્વે સ્ટેશન ખાતે ચાર દાયકા જુના ફુટ ઓવરબ્રીજ વર્ષો જુનો થઈ જતા મરામતના અભાવે પોપડા ઉખડી રહ્યા હતા. ત્યારે ટ્રેન પસાર થતી વખતે કોઈ અસ્કમાતનો બનાવ બને નહીં તેવા હેતુથી નવીનીકરણ કામગીરી માટે બંધ કરી દેવાયો છે. જેના પગલે 1 થી 4 પર ટ્રેનમાં મુસાફરી માટે પ્લેટફોર્મ પર જવા માટે જીવના જોખમે રેલ્વે પાટા ઓળંગીને અપ ડાઉન કરવાની ફરજ પડી હતી.

આણંદ રેલ્વે સ્ટેશન ખાતે ફુટ ઓવરબ્રીજ વર્ષો જુનો થઈ ગયો હોવાથી પોપડા ઉખડીને નીચે પડતા હોય છે. આથી તંત્ર દ્વારા 3 કરોડ ખર્ચ કરીને નવીન ફુટ ઓવરબ્રીજ બનાવવામાં આવનાર છે. જેના પગલે ફુટ ઓવરબ્રીજ પતરા લગાવીને બંધ કરી દેવાયો છે. જેના પગલે મુસાફરો સહિત પરીખ ભુવન વિસ્તારના હજારો લોકોને હાલાકીઓનો ભોગ બનવુ પડે છે.

જો કે બીજો કોઈ વિકલ્પ નહીં હોવાથી ખંભાત પ્લેટફોર્મ 1 થી અમદાવાદ -વડોદરા, ગોધરા પ્લેટફોર્મ પર જવા માટે મુસાફરોને વહેલી ટ્રેન પકડવા માટે જીવના જોખમે રેલ્વે પાટા ઓંળંગવાની ફરજ પડતુ હોવાનું મુલાકાત દરમિયાન જણાવ્યું હતું. બીજી તરફ રેલ્વે તંત્ર દ્વારા છ મહીનામાં ફુટ ઓવરબ્રીજ કામગીરી પુર્ણ કરી દેવાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો