ધુવારણ દુષ્કર્મ કેસ:ધૂવારણના લંપટ પૂજારીની ગુનાહિત કુંડળી તપાસાશે

આણંદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 70 વર્ષીય પૂજારીએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું

ખંભાતમાં સગીરાના ફોટા સોશિયલ મીડિયામાં વાઈરલ કરી દઈ તેને બ્લેકમેઈલ કરી દુષ્કર્મ ગુજારનારા ધુવારણ સ્થિત ઈન્દ્રધુમ્નેશ્વર મહાદેવ મંદિરના 70 વર્ષીય પૂજારી અમરનાથ વેદાંતી હાલમાં ખંભાત સબ જેલમાં છે ત્યારે બીજી તરફ આણંદ સાઈબર ક્રાઈમ પોલીસ દ્વારા શખસ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે કે કેમ તેની તપાસ હાથ ધરાઇ છે.

વર્ષ 2007માં ઉત્તરપ્રદેશથી અહીં આવીને વસેલા અમરનાથ એ પછી કાયમી ખંભાતના મંદિર ખાતે જ વસવાટ કરતો હોવાનું સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું. જોકે, આમ છતાં પોલીસ દ્વારા ગુજરાતમાં તે અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે કેમ તેમજ ઉત્તરપ્રદેશમાં તેના વિરૂદ્ધ કોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે કે કેમ તેની તપાસ હાથ ધરાઈ રહી છે.

આ મામલે આણંદ ક્રાઈમ પોલીસ દ્વારા ઉત્તરપ્રદેશ પોલીસની મદદ લેવાઈ રહી છે. સાઈબર ક્રાઈમના પીઆઈ યશવંતસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં ગુજરાતમાં તેના વિરૂદ્ધ કોઈ ફરિયાદ નોંધાઈ નથી. પરંતુ ઉત્તરપ્રદેશમાં શું સ્થિતિ છે તેની માહિતી માગી છે.

પીડિત મહિલાઓ આગળ આવે, પોલીસની અપીલ
લંપટ પૂજારીની વાસનાનો ભોગ બની હોય તેવી કોઈ પણ મહિલાઓ કે યુવતીઓ આગળ આવે અને સમગ્ર હકીકત પોલીસને જણાવે તેવી અપીલ આણંદ સાઈબર ક્રાઈમ દ્વારા કરવામાં આવી છે. પોલીસ દ્વારા પીડિત મહિલાનું નામ-ઠેકાણું ગુપ્ત રાખવામાં આવશે, એમ પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...