તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:આણંદમાં હોસ્પિટલની બેદરકારીથી દર્દીનું મોત થયાના 24 કલાક બાદ પણ ગુનો ન નોંધાયો

આણંદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
મૃતકની ફાઇલ તસવીર - Divya Bhaskar
મૃતકની ફાઇલ તસવીર
 • મૃતકનાં સગાંએ અપરા હોસ્પિટલના ડોક્ટર, સ્ટાફ સામે ફરિયાદ કરી હતી
 • વૃદ્ધને કોરોના થતાં ઓક્સિજન પર રાખ્યા હતા, નાકમાંથી પાઇપ નીકળી જતાં બેલ માર્યો હતો પણ સ્ટાફ હાજર ન હોવાથી તરફડીને મોત થયું હતું

આણંદની ખાનગી અપરા હોસ્પિટલમાં 15 દિવસ અગાઉ પલાણાના 65 વર્ષના વૃદ્ધને કોરોના થતાં દાખલ કરાયા હતા. શનિવાર સવારે 7.30 વાગ્યે રૂમ નંબર 212માં ભૂપેન્દ્રભાઈ એકલા હતા ત્યારે અચાનક જ તેમના નાકમાંથી કોઈ રીતે ઓક્સિજનની પાઇપ નીકળી ગઇ હતી. બેલ મારવા છતાં સ્ટાફમાંથી નર્સ કે ડૉક્ટર કોઇ આવ્યા ન હતા. આથી તેમણે ઘરે જાણ કરતાં તેમના સબંધીઓએ હોસ્પિટલમાં ફોન કરવા છતાં કોઇએ રિસિવ કર્યો ન હતો. આમ ભૂપેન્દ્રભાઇને સમયસર ઓક્સિજન ન મળતાં તેમનું મોત નિપજ્યું હતું.

ભૂપેન્દ્રભાઇના સબંધીઓએ અપરા હોસ્પિટલના ત્રણ ડૉકટર અને સ્ટાફની બેદરકારીને કારણે મોત થયું છે તેવા આક્ષેપ સાથે આણંદ ટાઉન પોલીસ સ્ટેશને અરજી કરીને જવાબદાર સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી કરવાની માંગ કરી હતી.તે વાતને 24 કલાક થયા છતાં પોલીસે ગુનો દાખલ કર્યો નથી.

ગુનાહિત પ્રવૃત્તિ જણાશે તો ગુનો દાખલ કરીશું
આણંદ શહેર પોલીસ સ્ટેશનના પીઆઇ યશવંત ચૌહાણને હોસ્પિટલની બેદરકારીના બનાવમાં ગુનો દાખલ થયો છે કે નહીં તેવું પૂછતા પીઆઇએ જણાવ્યું હતું કે, અમને અરજી મળી છે. તપાસ કર્યા બાદ કોઇ ગુનાહિત પ્રવૃત્તિ જણાશે તો ગુનો દાખલ કરીશું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો