કુરિવાજો અને પરંપરા ત્યજી:જિલ્લાની સરકાર હસ્તકની શાળાઓમાં તિથિ ભોજનનો ક્રેઝ વધ્યો

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક વર્ષ દરમિયાન 980 કેન્દ્રોના 1.72 લાખ વિદ્યાર્થીઓને 96 દિવસ તિથિ ભોજન કરાવ્યું

આણંદ જિલ્લાના કેટલાંક સમાજના વર્ષો જૂના કુરિવાજો અને પરંપાર ત્યજીને તેમજ આધુનિક યુગમાં જન્મદિન,લગ્નતિથિ સહિતની ઉજવણી પાછળ કરતાં ખોટા ખર્ચ ઘટાડીને સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકોને ભોજન કરવા માટે તિથિભોજન તરફ વળ્યાં છે.જેના પગલે એક વર્ષ દરમિયાન જુદા જુદા દાતાઓ દ્વારા 96 દિવસ બાળકોને જુદી જુદી સ્કુલોમાં તિથિભોજન કરાવ્યું છે. જેનો લાભ 1.72 લાખ બાળકોને મળ્યો છે.જયારે દાતાઓ દ્વારા બાળકોના તિથિભોજન પાછળ 87.43 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે

આણંદ જિલ્લામાં આણંદ તાલુકાના 185 કેન્દ્રો પર 30 હજાર બાળકોને દાતાઓએ 31 દિવસસુધી ભોજન કરાવ્યું હતું. દાતાઓ દ્વારા 23.76 લાખનું ભોજન કરાવ્યું છે.જયારે ખંભાતના138 કેન્દ્ર પર 47 હજાર બાળકોને 4 દિવસ સુધી દાતાઓએ રૂા 16,78 લાખનું ભોજન કરાવ્યું, જયારે આણંદ શહેરમાં સૌથી ઓછા દાતાઓ મળ્યા છે. જેમાં 4 કેન્દ્ર પર માત્ર 4 દિવસ 2600 બાળકોને દાતાઓ દ્વારા ભોજન કરાવવામાં આવ્યું છે.જિલ્લામાં ચાલુ વર્ષે તિથિભોજનનો ક્રેજ વધ્યો છે.

વર્ષ દરમિયાન આપેલ તિથિ ભોજન

તાલુકોકેન્દ્રદિવસોલાભાર્થીઓઅંદાજીત ખર્ચ
આણંદ શહેર442616138300
આણંદ ગ્રામ્ય18531298952376400
ઉમરેઠ15019205791234740
આંકલાવ5949431377770
સોજીત્રા4638282414100
પેટલાદ13925237121201620
બોરસદ202421008866960
ખંભાત1384476031678066
તારાપુર5728964455710
કુલ980961720908743666
અન્ય સમાચારો પણ છે...