સગીરાને ન્યાય:બોરસદની સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ આચરનાર યુવકને કોર્ટે 20 વર્ષ કેદની સજા ફટકારી

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • લગ્ન કરવાની લાલચ આપી સગીરાને ભગાડી જઈ અવાર-નવાર દૂષ્કર્મ આચર્યુ હતું

બોરસદના બનેજડા ગામના શખસે 14 વર્ષની સગીરાને લગ્ન કરવાની લાલચ આપી તેને ભગાડી ગયો હતો, જે બાદ દૂષ્કર્મ ગુજાર્યું હતું. બે વર્ષ પહેલા બનેલા બનાવ સંદર્ભે કોર્ટે આરોપીને 20 વર્ષની કેદ અને દંડ ફટકાર્યો છે.
ભોગ બનનારને 4 લાખનું વળતર ચુકવવા હુકમ
બોરસદના બનેજડા ગામે રહેતા શૈલેષ કાભઇભાઈ પરમારે 17મી માર્ચ,2020ના રોજ 14 વર્ષની સગીરાને વાલીપણામાંથી ભગાડી લઈ અવાર નવાર દૂષ્કર્મ આચર્યું હતું. આ અંગે વિરસદ પોલીસે શૈલેષ પરમાર સામે ગુનો નોંધી તેની 6ઠ્ઠી ઓક્ટોબર,20ના રોજ ધરપકડ કરી હતી. આ કેસની ચાર્જશીટ બનાવી કોર્ટમાં રજુ કરી હતી. આ કેસ ચાલ્યો હતો. જેમાં સરકારી વકિલ જે.એચ. રાઠોડની દલીલ, પુરાવા ગ્રાહ્ય રાખી ન્યાયધિશે શૈલેષ પરમારને દોષિત ઠરાવી 20 વર્ષની કેદની સજા ફટકારી હતી. આ ઉપરાંત ભોગ બનનાર સગીરાને રૂ.ચાર લાખનું વળતર ચુકવવા હુકમ કર્યો હતો.
કઇ કલમમાં કેટલી સજા

  • આઈપીસી - 363 મુજબ ત્રણ વર્ષની સખત કેદ તથા રૂ.અઢી હજારનો દંડ. દંડની રકમ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા.
  • આઈપીસી કલમ - 366 મુજબ સાત વર્ષની સખત કેદની સજા તથા રૂ.અઢી હજારનો દંડ. જો દંડની રકમ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા.
  • પોક્સો એકટ-2012ની કલમ -6 મુજબના ગુનાના કામે 20 વર્ષની સખત કેદની સજા તથા રૂ.પાંચ હજારનો દંડ કરવામાં આવ્યો છે. જો દંડની રકમ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે.
અન્ય સમાચારો પણ છે...