દુષ્કર્મ કેસમાં સજા:સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનારા વત્રા ગામના શખ્સને દસ વર્ષ કેદની સજા ફટકારતી કોર્ટ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

ખંભાતના વત્રા ગામે રહેતા શખસે 2019ના વર્ષમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેને ભગાડી જઇ દૂષ્કર્મ ગુજાર્યું હતું. આ કેસમાં કોર્ટે તેને કસુરવાર ઠેરવી દસ વર્ષની સખત કેદ અને રૂ.25 હજારનો દંડ ફટકાર્યો હતો.

ખંભાતના વત્રા ગામે રહેતો કનુ ઉર્ફે ગુલો રાયસંગ ઠાકોરે 14મી ઓક્ટોબર,2019ના રોજ 16 વર્ષની કિશોરીને લલચાવી, પટાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો. બાદમાં તેના પર દૂષ્કર્મ ગુજાર્યું હતું. આ ઘટના અંગે સગીરાના પરિવારે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. બાદમાં જરૂરી પુરાવા એકત્ર કરી ચાર્જશીટ કોર્ટમાં રજુ કરી હતી.

આ કેસમાં સરકારી વકીલોની દલીલ, પુરાવા અને સાક્ષીઓની જુબાની આધારે ન્યાયધિશે કનુ ઉર્ફે ગુલો રાયસંગ ઠાકોર (રહે.વત્રા, ખંભાત)ને પોક્સો એક્ટની કલમ -4 અન્વયે ગુનામાં દોષિત ઠરાવી દસ વર્ષ સખત કેદની સજા તથા રૂ.25 હજારનો દંડ ફટકાર્યો હતો. જો દંડની રકમ ન ભરવામાં આવે તો એક વર્ષ સાદી જેલની સજા ભોગવવા હુકમ કર્યો હતો. આ ઉપરાંત ભોગ બનનાર સગીરાને રૂ.ચાર લાખનું વળતર ચુકવવા પણ હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...