છેડતીના આરોપીને સજા:બોરસદમાં ત્રણ વર્ષ પહેલાં સગીરાની છેડતી કરનાર આધેડને કોર્ટે ત્રણ વર્ષની સજા ફટકારી

આણંદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સજા સાથે બે હજારનો દંડ, દંડ ન ભરે તો વધુ એક માસની સજા

બોરસદના રાજા મહોલ્લામાં મસ્જીદ પાસે રહેતા શખ્સે ત્રણ વર્ષ પહેલા સગીરાની છેડતી કરી હતી. આ કેસમાં પોલીસે તેની સામે ગુનો નોંધી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. જે કેસ ચાલી જતા કોર્ટે આરોપીને ત્રણ વર્ષની સજા ફટકારી છે.

બે બજારનો દંડ
આ કેસમાં કોર્ટે આરોપીને આઈપીસી 354 (એ) (1) મુજબ એક વર્ષની સખત કેદની સજા, પોક્સો એક્ટની કલમ -8 મુજબના ગુનામાં 3 વર્ષની સખત કેદની સજા અને રૂ.2000 દંડ ફટકાર્યો હતો. જો દંડ ન ભરે તો વધુ એક માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. આ કેસમાં સરકારી વકિલ તરીકે એ.કે.પંડ્યાએ દલિલ કરી હતી અને કુલ 10 સાહેદ તપાસવામાં આવ્યાં હતાં. જ્યારે કેસ ત્રીજા એડી. સેશન્સ જજ તેજસ આર. દેસાઇની કોર્ટમાં ચાલ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...