• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • The Court Ordered An Inquiry Into The Incident Including The Fight That Took Place A Year Ago In Leingda Village Of Umreth, A Case Was Registered Against Seven Including The Umreth PSI.

કોર્ટેનો હુકમ:ઉમરેઠના લીંગડા ગામે એક વર્ષ પહેલા થયેલી મારામારી સહિતની ઘટનાની કોર્ટે તપાસનો હુકમ કર્યો, ઉમરેઠ પીએસઆઈ સહિત સાત વિરૂદ્ધ ગુનો દાખલ

આણંદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લીંગડાના પૂર્વ સરપંચ સહિત છ શખસોએ ખેડૂતનું જીવવું દૂષ્કર બનાવ્યું, પોલીસે ગોળ ગોળ ફેરવી ફરિયાદ ન નોંધી
  • ઘર બહાર રહેલી કુંડી દબાણમાં હોવાનું કહી જાહેર રસ્તા પર જ મારમાર્યો
  • ખેડૂતે વિરોધ કરતાં તેના ઘર સામે ટ્રેક્ટર મુકી રસ્તો બંધ કર્યો

ઉમરેઠ તાલુકાના લીંગડા ગામે રહેતા અને ખેતી કામ કરતાં આધેડને એક વર્ષ પહેલા ગામના સરપંચ સાથે થયેલી માથાકૂટમાં પોલીસે ફરિયાદ લીધી નહતી. જે સંદર્ભે મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. આથી, કોર્ટે તપાસના આદેશ કરતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષકને સોંપવામાં આવી છે.

ધમકીઓ આપી હતી
ઉમરેઠના લીંગડા ગામે ભાથીજીવાળા ફળીયામાં રહેતાં જયંતિભાઈ વિઠ્ઠલભાઈ પટેલને ડિસેમ્બર-21માં તત્કાલિક સરપંચ લાલા બાબુ પટેલ સામે માથાકૂટ શરૂ થઇ હતી. લાલા બાબુ પટેલ અને અન્ય પાંચ જેટલા શખસો 4થી ડિસેમ્બર,21ના રોજ સવારના જયંતિભાઈ ઘર પર આવ્યાં હતાં અને સુવિધાપથના નામે દબાણ બાબતે ગટરના ડટકની કુંડી બાબતે ગેરવર્તન કર્યું હતું. આથી, વાત વણસતાં આ લાલ પટેલ સહિત છએય શખસે ધમકીઓ આપી હતી. આ ઉપરાંત ખડકીમાંથી ઢસડી જાહેરમાં લાવી અપશબ્દ બોલી ગડદાપાટુનો મારમાર્યો હતો.

મામલો દબાવી દેવામાં આવ્યો હતો
આ બાબતે જયંતિભાઈએ પોલીસ ફરિયાદનો નિર્ણય લીધો હતો. જોકે, જયંતિભાઈ પર દબાણ લાવી મામલો દબાવી દેવામાં આવ્યો હતો. બાદમાં 29મી ડિસેમ્બર,21ના રોજ લાલા પટેલે મકાન બનાવવા જયંતીભાઈના ઘરની સામે જ કપચી નાંખી હતી. જેથી ફરી ઝઘડો થયો હતો. જેમાં લાલ પટેલના મળતીયાઓએ જયંતિભાઈના ઘર સામે ટ્રેક્ટર ટ્રોલી લાવી ઘરના આંગણામાં મુકી દઇ રસ્તો બંધ કરી દીધો હતો.

ગુનો દાખલ થતો નહોતો
આ અંગે જયંતિભાઈએ ઉમરેઠ પોલીસ, જિલ્લા પોલીસ વડા સહિતની જગ્યા પર ફરિયાદ આપી હતી. આમ છતાં ગુનો દાખલ થતો નહોતો. જ્યારે જયંતિભાઈ ઉમરેઠ પોલીસ મથકે પોતાની અરજી બાબતે પુછપરછ કરતા ફરજ પરના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેને એફઆઈઆર આપવાની ના પાડી હતી અને ગુનો દાખલ કરતાં નહોતાં. આખરે આ અંગે જયંતિભાઈએ ઉમરેઠ કોર્ટમાં ફરિયાદ દાખલ કરતાં લાલા પટેલ સહિત સાત સામે તપાસનો આદેશ આપ્યો છે.

ભાજપના કાર્યકરો હોવાનો દમ મારતાં હતાં
લીંગડા ગામે જયંતિભાઈ પટેલ પર વારંવાર ધાકધમકીનો ઉપયોગ કરનારા લાલા પટેલ સહિત તેમના મળતીયાઓએ રાજકીય ઓથ લીધી હતી. તેઓ વારંવાર જયંતિભાઈને ખોટા કેસમાં ફસાવી દેવા સહિતની ધમકી આપતાં હતાં. જેથી 4થી ડિસેમ્બર,21ની મારામારીની ફરિયાદ દબાવી દેવામાં આવી હતી.

કોની કોની સામે તપાસ હાથ ધરી
લાલા બાબુ પટેલ (પૂર્વ સરપંચ), વિક્રમ જગમોહન પટેલ, શની વિક્રમ પટેલ, હેમંત પ્રવિણ પટેલ, મેહુલ રોહિત પટેલ, રોહિત ભાઇલાલ પટેલ તથા ફરજ પરના પોલીસ સબ ઇન્સ્પેક્ટર, ઉમરેઠ પોલીસ સ્ટેશન.

અન્ય સમાચારો પણ છે...