તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:હુજેફા પાર્કમાં ગટરના પાણી ઉભરાતા રહીશોએ કાઉન્સિલરનો ઘેરાવો કર્યો

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઉભરાતી ગટરોની સાફસફાઇ હાથધરવામાં નહીં આવતાં શહેરના કેટલાંક વિસ્તારોમાં નગરજનોમાં રોષ - Divya Bhaskar
ઉભરાતી ગટરોની સાફસફાઇ હાથધરવામાં નહીં આવતાં શહેરના કેટલાંક વિસ્તારોમાં નગરજનોમાં રોષ
  • સમગ્ર વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાનો રહીશોને સતાવી રહેલો ભય

આણંદના હુજેફા પાર્કના રહિશોએ જણાવેલ કે, કોંગ્રેસ શાસિત વિસ્તારમાં આણંદ નગરપાલિકા સત્તાધિશો દ્વારા ભેદભાવ રાખીને વિકાસના કામો કરવામાં આવતાં નથી.જો કે મન ગમતા કાઉન્સિલરોના વિસ્તારમાં વિકાસના કાર્યો હાથધરવામાં આવતાં હોય છે.અમો રહીશો દ્વારા આણંદ નગરપાલિકામાં નિયમિત વેરો ભરવા છતાં મળવા પાત્ર સુવિધાથી વંચિત રાખવામાં આવતાં હોય છે.જેમાં ઇસ્માઇનગર હુજેફા પાર્કમાં 15 દિવસથી ગટરના પાણી ઉભરાતા હોવાથી ઘરમાં ઘુસી જતાં હોય છે.

પીવાનું ડોહળુ આવતું હોય છે. કેટલાંક સમયથી લોકો બિમારીની ઝપેટમાં આવી ગયા છે. આ બાબતે આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત વહીવટીતંત્રને રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય આવતું હોય છે.બીજી તરફ આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા ગેરકાયદે ગટર કનેકશનોના જોડાણ કાપી નાંખવાની સુચના આપે છે.પરંતુ ઉભરાતી ગટરોની સાફસફાઇ હાથધરવામાં નહીં આવતાં શહેરના કેટલાંક વિસ્તારોમાં નગરજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો