રોષ:આણંદ પાલિકા અપક્ષના કાઉન્સિલરે આવેદન આપી તંત્ર સામે બાંયો ચડાવી

આણંદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાના સત્તાધિશોએ આણંદ વોર્ડ 3-4ને વિકાસના કામોથી વંચિત રાખતાં રોષ

આણંદ પાલિકાના સત્તાધીશો દ્વારા શહેરમાં વિકાસના નામે બંણગા ફુકવામાં આવી રહ્યાં છે.ત્યારે આણંદ નગરપાલિકા હસ્તક વોર્ડ 3 અને વોર્ડ 4માં એજન્ડા મુજબ વિકાસના એક પણ કામો હાથ ધરવામાં નહીં આવતાં સ્થાનિક વિસ્તારના રહીશોને ટેક્સ ભરવા છતાંય હાલાકીઓનો ભોગ બની રહ્યા છે.જેના પગલે આણંદ પાલિકાના કાઉન્સિલર મહેશભાઇ વસાવાએ ચીફ ઓફિસરને આવેદનપત્ર આપીને દિન ત્રણ કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો આંદોલન સહિત જુદા જુદા કાર્યક્રમો યોજવાની ચીમકી ઉચ્ચારી છે.

આણંદ નગરપાલિકા અપક્ષના કાઉન્સિલર મહેશ વસાવાએ જણાવ્યું હતું કે, આણંદ નગરપાલિકા ના વોર્ડ નં3,વોર્ડ 4 કોંગ્રેસ અને અપક્ષ સાબિત નગરસેવકો ચુંટાઈ આવ્યા હોવાથી ભાજપના સત્તાધિશો દ્વારા એક પણ વિકાસના કાર્યો બે વર્ષથી હાથ ધરવામાં આવતા નથી.જેમાં પાલિકાની સામાન્ય સભામાં એજન્ડામાં વિકાસના કાર્યો હાથ ધરવા માટે મંજુરી માટે મુકવામાં આવે છે.

જેમાં ગટર લાઇન, પીવાના પાણીની લાઇન , આરસીસી રોડ,રસ્તા સહિત કામગીરી હાથ ધરવા માટે કોન્ટ્રાકટ આપીને ટેન્ડર ભરાઇ ગયા હોવા છતાં વિકાસના કામો હાથ ધરવામા આવતાં નથી.સ્થાનિક વિસ્તારના રહીશો પાલિકામાં ટેકસ ભરવા છતાં મળવા પાત્ર સુવિધાઓથી વંચિત રાખવામાં આવી રહ્યાં છે. જેના લીધે સમગ્ર વિસ્તારમાં પાલિકા તંત્ર સામે રોષ ફાટી નીકળ્યો છે. દિન ત્રણમાં વિકાસના કાર્યો હાથ ધરવામાં નહીં આવે તો આણંદ પાલિકા ભવનમાં ઉપવાસ આંદોલન સાથે જલદ કાર્યક્રમો યોજવાની ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...