• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • The Controversy Of Motion Of No Confidence Against The President And Vice President Of Borsad Municipality Became Complicated, All Eyes On The Decision Of The Regional Commissioner.

અવિશ્વાસની દરખાસ્તનો મામલો:બોરસદ પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ વિરૂધ્ધ અવિશ્વાસની દરખાસ્તના વિવાદ પેચીદો બન્યો ,પ્રાદેશિક કમિશ્નરના નિર્ણય ઉપર સૌની નજર

આણંદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અવિશ્વાસની દરખાસ્ત મુદ્દે પ્રાદેશિક કમિશનર કચેરીને રિપોર્ટ કરવામાં આવ્યો

બોરસદ પાલિકામાં સત્તાધારી ભાજપમાં સર્જાયેલા ભાંજગડ હવે વડોદરાના પ્રાદેશિક કમિશ્નર સુધી પહોંચી છે. પ્રમુખ અને ઉપપ્રમુખ વિરૂદ્ધ દાખલ થયેલી અવિશ્વાસની દરખાસ્ત ઉપર બોર્ડ બેઠક ન બોલાવતા ચીફ ઓફિસર દ્વારા સમગ્ર મામલે પ્રાદેશિક કમિશનરને રિપોર્ટ કર્યાનું જાણવા મળ્યું છે.

બોરસદ પાલિકામાં સત્તાધારી ભાજપના 12 અસંતુષ્ટ કાઉન્સીલરને સાથે રાખીને અપક્ષ, કોંગ્રેસ અને આપના કુલ 16 કાઉન્સિલરએ પ્રમુખ આરતીબહેન પટેલ અને ત્યારબાદ ઉપપ્રમુખ રણજીતસિંહ વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી હતી. પ્રમુખે 15 દિવસની અંદર બોર્ડ બેઠક ન બોલાવતા બાકીના 15 દિવસની અંદર ઉપપ્રમુખે બોર્ડ બેઠક બોલાવવી તેવો મ્યુનિસિપલ એક્ટ હોવા છતાં ઉપપ્રમુખે પણ બોર્ડ બેઠક ન બોલાવતા સમગ્ર મામલે ચીફ ઓફિસર દ્વારા વડોદરાના પ્રાદેશિક કમિશનરને રિપોર્ટ કરવામાં આવ્યો છે.હવે પ્રાદેશિક કમિશ્નર દ્વારા ક્યારે બોર્ડ બેઠક બોલાવવામાં આવે છે ? તેના પર સૌની નજર સ્થિર થયેલી છે.

આ અંગે ચીફ ઓફિસર યોગેશ ગણાત્રાએ જણાવ્યું હતું કે બોરસદ પાલિકા પ્રમુખની અવિશ્વાસની દરખાસ્ત મામલે ચાલતા વિવાદનો સમગ્ર અહેવાલ પ્રાદેશિક કમિશ્નરની કચેરીએ મોકલી આપવામાં આવ્યો છે.ત્યાંથી જે માર્ગદર્શન મળશે તે મુજબ આગળની કાર્યવાહી કરીશું.

મહત્વનું છે કે આગામી મહિનાઓમાં વિધાનસભાની ચૂંટણી માથે હોઈ જિલ્લા ભાજપ દ્વારા આ વિવાદને ગંભીરતાથી લેવામાં આવ્યો છે.12 અસંતુષ્ટોને અવિશ્વાસની દરખાસ્ત મુદ્દે પાર્ટી લાઈન મુજબ જ અનુશાસનમાં રહેવા જણાવ્યું છે અને જો નહિ માને શિસ્તભંગના પગલાં લેવાની પણ ચીમકી આપવામાં આવી હોવાની ચર્ચા છે.બીજી તરફ આ દરખાસ્તદાર અપક્ષ કાઉન્સીલરોને ભાજપ તરફેણમાં લઇને તેમને ભાજપનો ખેસ પહેરાવી દેવા અથવા કૂટનીતિથી દરખાસ્તદાર વિપક્ષમાં ફૂટ પડાવી વિવાદ શાંત પાડી સત્તા બચાવવાની રણનીતિ ઉપર ભાજપની એક ટીમ કામ કરી રહી હોવાની પણ ચર્ચા છે. આ મુદ્દે સભ્યોનું હોર્સ ટ્રેડિંગ પણ શરૂ થયું હોવાનો મુદ્દો બોરસદ નગર અને જિલ્લાના રાજકીય આલમમાં ચર્ચિત મુદ્દો બની ગયો છે.

અન્ય સમાચારો પણ છે...