બેદરકારી:કોન્ટ્રાક્ટર બ્લેકલીસ્ટ હોવા છતાં દાવોલથી અલારસાનો રોડ બનાવ્યો

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોન્ટ્રાકટરની બેદરકારીએ ડમ્પર તળાવમાં ખાબક્યું

બોરસદ તાલુકાના દાવોલથી અલારસાને જોડતા 4.90 કી.મીના માર્ગને અંદાજે બે કરોડના ખર્ચે નવીન બનાવવા માટે જિલ્લા પંચાયત દ્વારા કોન્ટ્રાકટરને 19/01/2021 ના રોજ વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો અને આ કામની સમયમર્યાદા 9 માસ એટલે કે 18/10/2021ના રોજ કામ પૂર્ણ કરવાનું હતું પરંતુ કોન્ટ્રાકટર દ્વારા છ માસ પહેલા અહીંયા રોડ બનાવવા માટે લેવલીંગ કરવા માટે ખોદકામ કર્યા બાદ છેલ્લા છ માસથી કોઈ જ કામગીરી કરવામાં આવી ન હતી જેને લઇ અહીંયાથી પસાર થતા રાહદારીઓને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે

ત્યારે આ બાબતે જિલ્લા પંચાતયમાં કોન્ટ્રાકટર દ્વારા સમયમર્યાદામાં કામ કરવામાં આવ્યા ન હોઈ તેને બ્લેક લિસ્ટ કરવા રજૂઆત થતા જિલ્લા પંચાયત દ્વારા તા.14/10/2021ના રોજ સર્વસમંતિથી ઠરાવ કરી આ કોન્ટ્રાકટરને બ્લેક લિસ્ટ કરવા માટે ઠરાવ કરવામાં આવ્યો હતો ત્યારે હવે કોન્ટ્રાકટર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે ગત રોજ અહીંયા તલાવડી પાસે માટી પૂરણ કરવા લાવવામાં આવેલ ડમ્પર તળાવમાં પલ્ટી ગયું હતું.

જો કે સદનસીબે કોઈ જાનહાની થઇ ન હતી
આ બાબતે દાવોલ જિલ્લા પંચાયતના સભ્ય રોહીણીબેન પ્રતાપસિંહ ગોહિલ દ્વારા જિલ્લા પંચાયતમાં વારંવાર રજૂઆત કરી હતી અને આ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા માટે સર્વ સંમતિથી ઠરાવ પણ કરેલ છે તેમ છતાં હજુ તે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી દાવોલથી અલારસાને જોડતા માર્ગનો નવ માસ પહેલા વર્ક ઓર્ડર આપ્યા બાદ કોન્ટ્રાકટર દ્વારા માત્ર ખોદકામ કરીને કામ બંધ કરી દેવામાં આવ્યું હતું જેને લઇ બન્ને ગામોના લોકોને અહીંયાથી અવરજ્વર કરવામાં ભારે પરેશાની ઉઠાવવી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...