તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના મહામારીને પગલે હાલમાં શંકાસ્પદ અને કોરોના ગ્રસ્ત દર્દીઓનું મૃત્યુનિપજે તો તેની અંતિમ વિધ માટે કયાં લઇ જવા તે પ્રશ્ન સતાવી રહ્યો છે. આણંદ નગરપાલિકા સંચાલિત કૈલાસભૂમિના છેલ્લા કેટલાંક સમયથી ગેસની સગડી વારંવાર બગડી જતાં અંતિમ સંસ્કાર માટે કૈલાસભૂમિમાં લાવવામાં આવેલા દર્દીઓને વિદ્યાનગર કે પેટલાદ ખાતે મોકલવા પડે છે.તેના કારણે શબવાહિનીના કર્મચારીઓને મૃતદેહ લઇને ગોળ ગોળ ફરવું પડે છે. જે બાબતે કલેકટરના ધ્યાને આવતાં તેઓએ આણંદ પાલિકાને તાત્કાલિક ગેસની સગડી સમારકામ કરવા તાકીદ કરતાં પાલિકાતંત્ર હરકત આવી ગયું હતું. તાત્કાલિક ગેસની સગડીના સમારકામ સહિતની કામગીરી માટે રૂા 10 લાખના ઉપરાંતની રકમ ફાળવીને છેલ્લી સામાન્ય સભામાં મંજૂર કરવા માટે એજન્ડાના કામ મુકયું છે.
આણંદ નગરપાલિકા દ્વારા 2008માં નાખવામાં આવી હતી.જેના કારણે વારંવાર ગેસની સગડીનું બર્નર બંધ થઇ જતાં કોરોના મૃતદેહને અંતિમ સંસ્કાર કરવામાં આવતા નથી. જેના પગલે કૈલાસભૂમિના ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા કોરોના મૃતદેહ લઇને આવતાં શબવાહિનનીના કર્મચારીઓને પેટલાદ,વિદ્યાનગર કે કરમસદ લઇ જવાનું સુચન કરવામાં આવતું હતું. જેના પગલે વાલીવારસો સહિત શબવાહિની કર્મચારીઓ આમ તેમ ભટકવાનો વારો આવતો હતો. આખરે કલેકટર સુધી વાત પહોંચી ગઇ હતી.
જેથી કલેકટરની સુચના મળતાં આણંદ નગરપાલિકા દ્વારા આગામી સામાન્ય સભામાં મંજૂરી માટે કૈલાસ ભૂમિમાં ક્રિમેશન માટે હાઇડ્રોલીક ઓપરેડેટ ટોલી સપ્લાય,ગેસ બર્નર,કંટ્રોલ પેનલ સહિતની રીપેરીંગની કામગીરી રૂા 10,72,800ના ખર્ચે નવીન સગડીઓ કરવામાં આવનાર છે. આમ કૈલાસ ભૂમિમાં કોરોનામાં મૃત્ય પામેલા અંતિમ સંસ્કાર કરવા માટે ગેસની સગડી તંત્રની ઘોર બેદરકારી દાખવવામાં આવતી હોવાનું સ્પસ્ટ જણાઇ આવ્યું હતું.
સાંજના 7 વાગ્યા બાદ કોરોના મૃતદેહના અંતિમ સંસ્કાર માટે પોલીસની મંજૂરી જરૂરી
આણંદ કૈલાસભૂમિમાં સાંજના 7 વાગ્યા પછી કોરોના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે પોલીસની મંજૂરી લેવી આવશ્યક છે. મંજૂરી બાદ જ અંતિમ સંસ્કાર માટેની પરવાનગી આપવામાં આવતી હોય છે. જો કે પોલીસ મંજૂરી બાબતે આજદિન સુધી કેટલી મળી તે બાબતે પુછપરછ કરવામાં આવતાં એક પણ મંજૂરી નહીં મળી હોવાનું જણાવ્યું હતું.રાત્રિના સમયે અંતિમ સંસ્કાર કંઇ રીતે કરવામાં આવે તે નગરજનોમાં ચર્ચાનો વિષય બની ગયો છે.
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.