તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠંડીનો ચમકારો:ચરોતરમાં ઠંડીનો પારો 15 ડિગ્રી, બે દિવસ બાદ નીચે જશે, ડિસેમ્બરના અંતમાં કકડતી ઠંડી શરૂ થશે

આણંદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ-ખેડા સહિત સમગ્ર પંથકમાં છેલ્લા 4 દિવસથી લઘુત્તમ તાપમાનનો પારો ગગડીને 15 ડિગ્રીઅે અટકયો છે.આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે પણ લઘુત્તમ તાપમાનનો પારો 15 ડિગ્રી રહેવા પામ્યો છે. દિવસ દરમિયાન મહત્તમ તાપમાનનો પારો 32 ડિગ્રીની આસપાસ રહેતાં ઠંડીની અસર ઓછી વર્તાઈ રહી હતી.પરંતુ સાંજ ઢળતાંની સાથે પુનઃ વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ સુધી પારો 15 ડિગ્રીની આસપાસ રહેશે સોમવારે ભેજનું પ્રમાણ 85 ટકા, પવનની ઝડપ 1.3 કિ.મી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર -પૂર્વીય દિશામાંથી પવનો ફૂંકાયા હતાં. આગામી 10મી ડિસેમ્બર બાદ તાપમાન પારો વધુ ગગડશે. બે થી ત્રણ ડિગ્રી તાપમાન ઘટશે,ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં ઠંડીના પારો 10 થી નીચે રહેશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો