તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આણંદ-ખેડા જિલ્લા સહિત સમગ્ર પંથકમાં સતત ચારેક દિવસ સુધી લઘુતમ તાપમાનમાં ક્રમશ: વધારા બાદ શુક્રવારથી સમગ્ર પંથકમાં તાપમાનનો પારો બે ડિગ્રી નીચે ગગડયો હતો. શનિવાર બાદ રવિવારે પુનઃ અડધો ડિગ્રી સરકી જતાં 11.5 ડિગ્રી પર સ્થિર થયો હતો.જયારે મહતમ તાપમાન પણ 2 ડીગ્રી ગગડતાં સુર્યાસ્ત બાદ વાતાવરણમાં ટાઢોળું છવાયુ હતું.
ચરોતરમાં ગત ગુરૂવારે લઘુતમ તાપમાન 14 ડિગ્રી પોહોંચી જવા પામ્યો હતો. જયારે મહતમ તાપમાન પણ 30 ડિગ્રીને પાર કરી ગયું હતું. જેથી ઠંડીનું જોર નોંધપાત્ર રીતે ઘટયુ હતું. જોકે,રવિવારે ઠંડીનો પારો 11.5 ડિગ્રીથી સ્થિર થતા પંથકનું વાતાવરણ ઠંડુગાર રહ્યું હતું.તો વળી બીજી તરફ રાજ્યના હવામાન વિભાગ જણાવ્યા મુજબ,આગામી 48 કલાક ઠંડીની સ્થિતિ યથાવત રહેશે. આણદં કૃષિ યુનિ.ના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે આણંદ શહેર સહિત સમગ્ર પંથકમાં લઘુત્તમ તાપમાનનો પારો 11.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાનનો પારો 27.5 ડિગ્રી નોધાયો હતો. ઉપરાંત દિવસ દરમિયાન 5 થી 6 કિ.મી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પૂર્વીય પવનો વાતા સમગ્ર પંથકમાં ટાઢોળું ફરી વળ્યું હતું.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.