બેજવાબદારી:ઉમરેઠના સીઓને બેદરકારી બદલ 5 હજારનો દંડ ફટકાર્યો

આણંદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આયોગનો હુકમ છતાં ચીફ ઓફિસરે માહિતી ન આપતાં કાર્યવાહી

ઉમરેઠ નગરપાલિકાના કામો અંગે ભાડે કરેલ ગાડી તેમજ પાલિકાની ગાડીના 5 વર્ષના ભથ્થાં બીલોની સ્થાનિક રહિશ દ્વારા આરટીઆઇ હેઠળ વિગતો માંગવામાં આવી હતી. પરંતુ સીઓએ પ્રથમ અપીલમાં અરજદારને માહિતી આપવામાં બેદરકારી દાખવી હતી.જેમાં રાજય માહિતી કમિશ્નર દ્વારા ઉમરેઠ પાલિકાના ચીફ ઓફિસરની અક્ષમ્ય બેદરકારીની નોંધ સાથે રૂ.પ હજારનો દંડ કર્યો હતો. વધુમાં ચીફ ઓફિસર સમયમર્યાદામાં દંડ ભરપાઇ ન કરે તો તેમના પગાર-ભથ્થાંમાંથી કપાત કરવાનો આદેશ કરાયો હતો. આ મામલો ઉમરેઠમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.

ઉમરેઠના વિજયભાઇ ઉપાધ્યાયે ગત તારીખ 2 નવેમ્બર.2022ના રોજ ઉમરેઠ પાલિકાના એકાઉન્ટન્ટ પિયુષ શાહ અને કર્મચારી રાજન સોની દ્વારા પાલિકાના કામો અંગે ભાડે કરેલ ગાડી તેમજ પાલિકાની ગાડીનો કયા નિયમોનુસાર ઉપયોગ કરાયો છે, 5 વર્ષના ગાડીના ભથ્થાંબીલ સહિતની વિગતો આરટીઆઇ હેઠળ માંગી હતી. પરંતુ જાહેર માહિતી અધિકારી તરીકે ચીફ ઓફિસરે અરજદારને વિગતો આપી નહતી. જેથી 6 ડિસેમ્બર 2021ના રોજ પ્રથમ અપીલમાં 7 દિવસમાં માંગેલ માહિતી રજીસ્ટર્ડ પોસ્ટથી પૂરી પાડવા અપીલ સત્તાધિકારીએ હુકમ કર્યો હતો.

જો કે હુકમ છતાંયે અરજદારને માહિતી ન મળતા તેઓએ આયોગમાં તા. 3 માર્ચ,2022ના રોજ બીજી અપીલ અરજી દાખલ કરી હતી. આથી અરજદારને માહિતી આપવામાં નિષ્ફળતા બદલ ઉમરેઠ પાલિકાના ચીફ ઓફિસર મિલાપ પટેલને જવાબદાર ગણીને રાજય માહિતી કમિશ્નર કે.એમ.અધ્વર્યુ દ્વારા માહિતી અધિનિયમની કલમ-20(1) અન્વયે રૂ .5 હજારનો દંડ કર્યો છે. દંડની રકમ ચીફ ઓફિસરે પોતાના ભંડોળમાંથી અથવા પગારમાંથી કપાત કરીને ભરપાઇ કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...