રોડની સમસ્યા:6 લેન રોડ પર અરણેજ બ્રિજનું CMએ નિરીક્ષણ કર્યું

આણંદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 52 કીમી માર્ગનું કાર્ય અંતિમ તબક્કામાં

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતા મુખ્ય માર્ગ વાસદ - તારાપુર - બગોદરા રોડ પર સિકસ લેન બનાવવા માટેની કામગીરીનું મુખ્યમંત્રીએ જાતનિરીક્ષણ કર્યુ હતું. વાસદથી તારાપુર વચ્ચેની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે જ્યારે તારાપુરથી બગોદરા વચ્ચેના માર્ગનું કામ અંતિમ તબક્કામાં છે.

મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલે તારાપુર -બગોદરા સિકસ લેન માર્ગ પર અરણેજ પાસે બની રહેલા બ્રીજની કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું.તારાપુર -બગોદરા વચ્ચે 52 કિમીના સીકસ લેન માર્ગની કામગીરીમાં હાલ માત્ર બગોદરા પાસે 6 કિ.મી.ના માર્ગનું કામ બાકી છે. મુખ્ય મંત્રીએ લીંબડી- બગોદરા વચ્ચે ચાલતા 6 માર્ગીય રસ્તાના ડામર કામનું નિરીક્ષણ કરી જાત માહિતી મેળવી હતી.

તેમજ અમદાવાદ રાજકોટ ધોરીમાર્ગ ને 6 લેન કરવાના પ્રગતિ હેઠળના કામોના સ્થળ નિરીક્ષણ અને ગુણવત્તા વગેરેની જાત માહિતી મેળવવાના હેતુસર મોટર માર્ગે આ રૂટ પર નીકળ્યા હતા અને જુદા જુદા સ્થળોની માર્ગ નિર્માણ કામગીરી નિહાળી કામગીરી સાથે સંકળાયેલા ઇજનેરો અધિકારીઓ સાથે કામગીરી ની સમીક્ષા કરી હતી. તેમજ કામ ઝડપી પતાવવા માટે સૂછનાઓ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...