નિર્ણય:આણંદમાં સિવિલ હોસ્પિટલના જન્મ પહેલાં જ વાઢકાપ 6ના બદલે 3 માળ અને 200ના બદલે 150 બૅડ બનશે

આણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વ્યાયામ શાળા પાછળથી રેલવે લાઇન પસાર થતી હોવાથી સલામતીના કારણસર માળ ઘટાડ્યા

આણંદ શહેરમાં આખરે તંત્ર દ્વારા સિવિલની કામગીરી હાથ ધરવામાં આવી છે અને વ્યાયામ શાળામાં સિવિલનું નિર્માણ કરવા માટે જરૂરી કામગીરી હાથ ધરી છે. જો કે ખાટલે મોટી ખોડ એ છે કે હજુ સિવિલ હોસ્પિટલ બને તે પહેલા જ તેના બજેટ, માળ અને બૅડની સંખ્યામાં કાપ મૂકવામાં આવ્યો છે. અગાઉ સિવિલ હોસ્પિટલ 200 બેડની 6 માળની બનાવવાનું નક્કી થયું હતું પરંતુ વ્યાયામ શાળાની પાછળથી ખંભાત રેલ્વે લાઇન પસાર થતી હોવાથી 6 ની જગ્યાએ 3 માળનું મકાન બનાવવામાં આવશે અગાઉ ઊંચી ઇમારત બનાવવાની હતી પરંતુ હવે સૂચિત ઇમારતની પહોળાઇ વધારાશે પરંતુ માળ 6 થી ઘટાડી 3 કરાશે.

આ માટે કન્સલ્ટન્ટ એજન્સીએ ડિઝાઇનીંગ સહિતની કામગીરી હાથ ધરી છે. 2018માં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વ્યાયામ શાળા મેદાનની મુલાકાત લઇને સિવિલ હોસ્પિટલ નિર્માણ બાબતે નીરીક્ષણ કર્યુ હતું. જે તે વખતે નીતિન પટેલે સિવિલ હોસ્પિટલની સાથે મેડીકલ અને નર્સિંગ કોલેજ બનાવવાની વાત કરી હતી. પરંતુ હાલમાં સરકારે માત્ર સિવિલ હોસ્પિટલ બનાવવાની તૈયાર આરંભી છે. પહેલા 200 બેડની સિવિલની વાતો ચાલતી હતી, હવે તેમાં 50નો ઘટાડો કરાયો છે.

સિવિલના પ્લાનીંગની તૈયારી ચાલ રહી છે
આણંદ વ્યાયમ શાળામાં સિવિલ હોસ્પિટલ ઊભી કરવા માટે સરકારે 72 કરોડની જોગાવાઇ કરી છે. હોસ્પિટલના બાંધકામ માટે આર્કિટેકચરલ ડ્રોઇગ અને ડિઝાઇન માટે કન્સલ્ટન્ટ એજન્સીને કામ સોંપી દીધું છે. તે માટે એક ટીમ નિરીક્ષણ કરી ગઇ છે. પ્લાનીંગની કામગીરી પૂર્ણ કરીને ફાઇલ મંજરી માટે મોકલાશે જે મંજૂર થયા બાદ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. - મનોજ દક્ષિણી, કલેકટર, આણંદ જિલ્લો.

અન્ય સમાચારો પણ છે...