તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના મહામારી:આણંદ શહેરમાં કોરોના કાળ બન્યો, મૃત્યુનું પ્રમાણ વધ્યું, જન્મ દર ઘટ્યો

આણંદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં કોરોનાની બીજી લહેર દરમિયાન 1 લાખથી વધુ ડેથ સર્ટિફિકેટ ઇસ્યૂ થયાના કિસ્સા
  • 2019માં 6915 જન્મ સામે 1633 મૃત્યુ, 2020માં 6385 બર્થ સર્ટિ. સામે 1871 મૃત્યુ નોંધાયા

આણંદ શહેરમાં 2020ના કોરોના વર્ષ દરમિયાન જન્મ નોંધણીના પ્રમાણમાં અગાઉના વર્ષોના પ્રમાણમાં ઘટાડો નોંધાયા હતો જ્યારે મૃ્ત્યુના કિસ્સામાંવધારો નોંધાયો હતો. વર્ષ 2020 દરમિયાન આણંદ શહેરમાં 6385 જન્મ નોંધણી થઇ હતી તેની સામે 1871 મૃત્યુ નોંધાયા હતા.

સમગ્ર રાજ્યમાં કોરોનાની બીજી લહેર દરમિયાન 1 લાખથી વધુ ડેથ સર્ટિફિકેટ ઇસ્યૂ થયાના કિસ્સા વચ્ચે આણંદ શહેરમાં પણ જન્મ - મૃત્યુ નોંધના ચોંકાવનારા આંકડા પ્રાપ્ત થયા છે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન મૃ્ત્યુ કરતાં જન્મ નોંધણીની સંખ્યા વધારે જરૂર છે પરંતુ જન્મની સંખ્યા ઉત્તરત્તર ઘટી છે જ્યારે મૃત્યુની નોંધણીનું પ્રમાણ ચોંકાવનારી રીતે વધ્યું છે., તેમાંય અગાઉના બે વર્ષની સરખાણીમાં કોરોનાના વર્ષ 2020માં નોંધપાત્ર વધઘટ જોવા મળી છે.

આણંદ પાલિકાના જન્મ-મરણ નોંધણી વિભાગના કૌશિક ગોરના જણાવ્યા મુજબ 2018માં 7005 જન્મ નોંધણી સામે 1577 મૃત્યુ નોંધાયા હતા, 2019માં 6915 જન્મની સામે 1633 ડેથ સર્ટીફીકેટ ઇસ્યૂ થયા હતા. જ્યારે 2020માં 6385 જન્મ સામે 1871 મૃ્ત્યુ નોંધાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ આંકડા આણંદ પાલિકામાં જે તે વર્ષ દરમિયાન જન્મ અને મૃત્યુ નોંધણી થયેલાના છે.

સૌથી નોંધપાત્ર બાબત એ છે કે 2018 અને 2019ના સમયગાળા દરમિયાન 90 જન્મ ઓછા નોંધાયા હતા જેની સામે 56 મૃત્યુ વધારે નોંધાયા હતા પરંતુ 2019ના 6915 જન્મની સામે 6385 એટલે કે 530 જન્મ ઓછા નોંધાયા હતા જેની સામે 238 મૃત્યુની સંખ્યા વધારે રજીસ્ટર્ડ થઇ હતી. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, માર્ચ-2020માં કોરોનાની એન્ટ્રી બાદ સંક્રમિતો અને મૃત્યુના બનાવમાં પણ નોંધપાત્ર વધારો જણાયો છે.

2018માં 1577 સામે 2020માં 1871 મૃત્યુની નોંધ

વર્ષજન્મમૃત્યુ
201870051577
201969151633
202063851871

(પાલિકામાં થયેલ જન્મ-મૃત્યુની નોંધ)

અન્ય સમાચારો પણ છે...