તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:બાઈક અકસ્માતમાં 3 બહેનોના લાડકવાયા ભાઈનું મોત નિપજ્યું

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વહેરા ખાડી પાસેે કુતરૂ આડંુ આવતાં અકસ્માત સર્જાયો

આણંદ પાસેના વ્હેરાખાડી પાસે રવિવારે સાંજે નદીએ ન્હાવા ગયેલા બે બાઈક સવાર યુવકોની બાઈક અાડે કૂતરૂં આવી જતાં તેઓ ગરનાળા સાથે અથડાયા હતા. જેમાં બાઈક ચાલક યુવકનું માથામાં વાગતાં મૃત્યુ થયું હતંુ. જ્યારે બાઈક પાછળ સવાર યુવકને ગંભીર ઈજા પહોંચી હતી.

મૂળ મહારાષ્ટ્રના પણ હાલ વિદ્યાનગર સ્થિત જીઆઈડીસીમાં દિપકભાઈ કિશોરભાઈ ઠાકરે રહે છે. તેમની પડોશમાં જ તેમનો મિત્ર દિપક અંબાલાલ પવાર રહે છે. બંને જણાં જીઆઈડીસી કંપનીમાં નોકરી કરે છે. રવિવારે કંપનીમાં રજા હોય બંને યુવકો બાઈક લઈને વ્હેરાખાડી નદીએ ન્હાવા ગયા હતા. દરમિયાન સાંજે ચારેક વાગ્યાની આસપાસ તેઓ આણંદ તરફ પરત આવી રહ્યા હતા. તેઓ વ્હેરાખાડી સ્થિત ગરનાળા પાસે પસાર થતા હતા, ત્યારે બાઈક આગળ અચાનક કુતરૂં આવી જતાં બાઈક ચાલક દિપક પવારે તેના બાઈક પરનો કાબુ ગુમાવ્યો હતો અને તેમનું બાઈક ગરનાળા સાથે ધડાકાભેર અથડાયું હતું.

જેને કારણે બંનેને શરીર અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. દરમિયાન, તેમને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં દિપક પવારને ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા. હાલમાં દિપક ઠાકરેની હાલત ગંભીર છે. ખંભોળજ પોલીસે આ સંદર્ભે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

મૃતક યુવકના મિત્રની હાલત ગંભીર
મૃતક દિપક પવાર અને ઈજાગ્રસ્ત દિપક ઠાકરે બંને સારા મિત્રો છે. દિપક પવાર ત્રણ બહેનો વચ્ચે સૌથી નાનો એકનો એક ભાઈ છે. જ્યારે દિપક ઠાકરે અને તેનો બીજો એક મોટો ભાઈ વિશાલ છે.દિપક ઠાકરેની હાલત હાલ ગંભીર છે.

અન્ય સમાચારો પણ છે...