શિક્ષણ:SP યુનિ.ની પરીક્ષામાં ફેરફાર હવે 23મી નવેમ્બરથી શરૂ થશે

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ કોલેજ-ડિપાર્ટમેન્ટની પરીક્ષા 17મીથી શરૂ થતી હતી

વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીની આગામી 17મી નવેમ્બરથી શરૂ થતી પરીક્ષાના કાર્યક્રમમાં દિવાળી વેકેશનને લઈને ફેરફાર કરાયો છે. હવે પરીક્ષા 17મીને બદલે 23મી નવેમ્બરથી અગાઉનો જે કાર્યક્રમ હતો તે પ્રમાણે રાબેતા મુજબ લેવામાં આવશે.

સરદાર પટેલ યુનિવર્સિટીમાં 1 નવેમ્બરથી શૈક્ષણિક માટે 21 િદવસનું જ્યારે દસ દિવસ માટે બિનશૈક્ષણિક સ્ટાફનું દિવાળી વેકેશન જાહેર કરાયું છે. દિવાળી અગાઉ યુનિવર્સિટી સંલગ્ન કોલેજ અને ડિપાર્ટમેન્ટની પરીક્ષાઓ જાહેર કરવામાં આવી હતી. આ પરીક્ષા 17મીથી શરૂ થતી હતી.

જોકે, દિવાળી વેકેશન 21 દિવસનું રહેતા હવે પરીક્ષાઓ 23મી નવેમ્બરથી શરૂ કરાશે. જોકે, તેના સમયમાં કોઈ ફેરફાર કરાયો નથી. અંદાજિત 35 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા જે તે કોલેજો પર તથા, ડિપાર્ટમેન્ટ અને યુનિવર્સિટીના જ્ઞાનોદય પરીક્ષા ભવનમાં કોવિડ ગાઈડલાઈનને અનુસરીને યોજાશે. નવી તારીખો સાથેનો પરીક્ષાનો પ્રોગ્રામ યુિનવર્સિટીની વેબસાઈટ પર મૂકવામાં આવ્યો છે. યુનિવર્સિટી દ્વારા જાહેર કરેલી બેઠક વ્યવસ્થા અગાઉ જાહેર કર્યા મુજબ યથાવત રહેશે, એમ યુનિવર્સિટીના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...