તપાસ:આણંદમાં રાત્રે થયેલા ગેસ ગળતરનું કારણ અકબંધ

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તંત્રેે તપાસ હાથ ધરી પણ કંઈ હાથ લાગ્યું નહીં

આણંદ શહેરમાં બુધવારે રાત્રે અચાનક ગેસ ગળતર થયાનું અને ગળામાં બળતરા થયાની ઘટના બની હોવાનું સામે આવતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. જોકે, ગેસ લિકેજ થવા પાછળનું કારણ બીજા દિવસ, ગુરૂવારે પણ અકબંધ રહ્યું હતું. આણંદ ફાયરબ્રિગેડ, જિલ્લા પોલીસ અને ડિઝાસ્ટર દ્વારા દિવસ દરમિયાન તપાસ હાથ ધરવામાં આવી હતી. પરંતુ કંઈ જ હાથ લાગ્યું નહોતું.

આણંદ શહેર, કરમસદ, વિદ્યાનગર સહિતના દસથી પંદર કિલોમીટરના અંતરે બુધવારે રાત્રે નવ વાગ્યે કેમિકલ લિકેજ થયાની સખ્ત દુર્ગંધ આવતી હતી. જેને કારણે મોટાભાગના લોકોએ આણંદ શહેર પોલીસ, કંટ્રોલરૂમ, ડિઝાસ્ટર અને ફાયરબ્રિગેડને આ અંગેની જાણ કરી હતી. રાત્રે નવ વાગ્યે શરૂ થયેલી દુર્ગંધને કારણે શહેરીજનોમાં ભારે કુતુહુલ સાથે દહેશત પણ વ્યાપી ગઈ હતી. જોકે, તંત્ર દ્વારા તુરંત જ િવદ્યાનગર સ્થિત એકમો તેમજ અન્ય જાણીતી સંસ્થાઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. પરંતુ તેમને ત્યાં પણ આવી કોઈ ઘટના બની હોય એવું સામે આવ્યું નહોતું.

અન્ય સમાચારો પણ છે...