તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રહસ્ય:મગરનાં બચ્ચાના PMમાં મરણનું કારણ ના મળ્યું

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મલાતજમાં 5 મગરના બચ્ચા મૃતપાય મળ્યા હતા

મલાતજ ગામના તળાવ પાસેથી પાંચ જેટલા મગરના બચ્ચા મૃત હાલતમાં હોઈ આજુ-બાજુના રહીશો દ્વારા વન વિભાગને જાણ કરતા ટીમોએ મૃત પામેલાં પાંચ મગરના બચ્ચાને આણંદ વેટરનરી હોસ્પિટલમાં પી.એમ.કરાવવા માટે લઈ ગયા હતા. બીજી તરફ મલાતજના ગ્રામજનો દ્વારા પણ પાંચ મગરના બચ્ચાઓનું મોત નિપજયુ હોવાનું કારણ જાણવા માટે વન વિભાગને રજૂઆત કરાઇ હતી.આ અંગે આણંદ જીલ્લા વન વિભાગના ડી.ઓ.એફ. બી.આર.પરમારે જણાવ્યું હતું કે મલાતજ તળાવની ફરતે રહેતા માછીમારો સહિત આજુબાજુના રહીશોની નિવેદનો લઇ પુછપરછ હાથ ધરાઈ હતી.સોમવારે પી.એમ. રીપોર્ટમાં મરણ જનાર મગરના બચ્ચાઓના અવયવો સડી ગયા છે.અને મગલના બચ્ચાઓનું મરણનું ચોક્કસ સાચુ કારણ જાણી શકાયુ નથી હોવાનું જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...