તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:આણંદ નગરપાલિકાની ઢોરપકડ ટીમને રખડતી ગાયો જ ન દેખાઈ

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુખ્ય રોડ પર રખડતી ગાયો અડીંગો જમાવી દેતા હાલાકી

વરસાદ પડતાની સાથે આણંદ શહેરના મુખ્યરોડ પર રખડતી ગાયો અડીંગો જમાવી દેતી હોય છે.જેના પગલે વાહનચાલકોને અકસ્માતનો ભોગ બનવું પડતું હોવાની ફરિયાદોના પગલે પાલિકાએ આજથી શહેરમાં રખડતી ગાયો પકડવાનું શરૂઆત કરી છે.ત્યારે દિવસ દરમ્યાન એક પણ ગાય હાથ નહીં લાગતાં ટીમોને વિલા મોઢે પાલિકામાં ફરવાનો વારો આવ્યો હતો.આણંદ શહેરમાં સામાન્ય વરસાદ પડતાની સાથે પશુપાલકો મનફાવે તેમ ગાયોને રખડતી હાલતમાં છોડી દેતા હોય છે.

ત્યારે દરરોજ બોરસદ ચોકડી, મહેન્દ્ર શાહ ચાર રસ્તા ,સાંઈ બાબા મંદિર પાસે સહિત જુદી જુદી જગ્યાએ વહેલી સવારથી ગાયો અડીંગો જમાવી દેતી હોય છે.આ અંગે આણંદ નગરાપાલિકા ઢોર ડબ્બાના અધિકારી મિલનભાઈ ત્રિવેદીએ જણાવ્યા મુજબ ચીફ ઓફિસરે રખડતી ગાયો પકડવાની ઝુંબેશ હાથ ધરવાની સુચના આપી હતી.આથી બે ટીમો બનાવી શુક્રવારે શહેરના બાકરોલ વિસ્તારમાં રખડતી ગાયો પકડવાની કામગીરી હાથ ધરાઈ હતી.જો કે ગાયો પકડીને ગણેશ ચોકડી ઢોર ડબ્બામાં પુરી દેવામાં આવશે.બે દિવસ સુધી પશુપાલક ગાય છોડાવવામાં નહીં આવે તો અજરપુરા પાંઝરાપોળમાં પુરી દેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...