તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હાલ ડાંગર સહિત પાકની ટેકાની ખરીદી સહિતની કામગીરી આણંદ જિલ્લા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના ગોડાઉન પર કરવામાં આવે છે. પરંતુ આ ગોડાઉન પર હાલમાં પુરતો સ્ટાફ નથી. તેમજ પુરવઠા મામલતદારને બે જગ્યાનો ચાર્જ છે. માત્ર એક કર્મચારીના ભરોષે ગોડાઉનનો વહીવટી ચાલે છે.જેના કારણે અનેક સમસ્યઓનો સામનો ખેડૂતો અને કર્મચારીઓને કરવો પડે છે.
આ અંગેની સત્તાવાર સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ જિલ્લા અન્ન અને નાગરિક પુરવઠા ગોડાઉન બોરસદ ચોકડી પાસે આવેલું છે. આ ગોડાઉન પરથી તાલુકાના દરેક ગોડાઉનમાં માલ જાય છે.તેમજ ખેડૂતોના ટેકાના ભાવે પાકેલા અનાજની ખરીદી કરવામાં આવે છે. જેના કારણે અન્ય ખેડૂતોનો ભારે ધસારો રહે છે.પરંતુ છેલ્લા કેટલાય સમયથી આ ગોડાઉનમાં પુરતો સ્ટાફ નથી. ગોડાઉનમાં કુલ મહેકમ 6નું છે.તેન ીસામે હાલ એક કર્મચારી કામ કરે છે.જેથી તેને વહેલી સવારથી લઇને મોડીરાત્ર સુધી કામ કરવું પડે છે. એક કર્મચારીઓ હોવાથી બહારથી ડાંગર સહિતની વસ્તુઓ વેચવા માટે આવતાં ખેડૂતોનો સમય બગડે છે અને તેઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ ગોડાઉનમાં 2 સિનિયર કલાર્ક એક પટાવાળો, એક ઓપરેટર અને વોચમેનની વર્ષોથી ઘટ જોવા મળે છે. આ તમામ જગ્યા પર ભરતી કરવામાં આવે તેવી માંગ સ્થાનિકોની ઉઠી છે. જેના કારણે ખેડૂતો હેરાનપરેશાન થઇ રહ્યાં છે. જેથી તાત્કાલિક ગોડાઉન પર પુરતો સ્ટાફ મુકવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.